GSTV
Home » News » Video: આ શું? દીપિકાને રોકીને આઇડી કાર્ડ માંગવા લાગ્યો સિક્યોરીટી ગાર્ડ, આવું હતું એક્ટ્રેસનું રિએક્શન

Video: આ શું? દીપિકાને રોકીને આઇડી કાર્ડ માંગવા લાગ્યો સિક્યોરીટી ગાર્ડ, આવું હતું એક્ટ્રેસનું રિએક્શન

ઘરની બહાર નીકળતાં જ દીપિકા પાદુકોણ ઇન્ટરનેટ પર છવાઇ જાય છે. કોઇ ઇવેન્ટ હોય કે પછી એરપોર્ટ દીપિકાની તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવતાં હોય છે. તાજેતરમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તેની સાથે પિતા પ્રકાશ પાદુકોણ પણ છે અને દીપિકા તેમની સાથે બેંગલોર જઇ રહી હતી.

વીડિયોમાં જોઇ શકાય છે કે જેવા દીપિકા અને તેના પિતા એરપોર્ટમાં પ્રવેશે છે તો પાછળથી તેમની પાસે આઇડી માંગવાનો અવાજ આવે છે.

દીપિકાને જેવો અહાસ થાય છે કે સિક્યોરીટી ગાર્ડ તેની પાસે આઇડી માંગી રહ્યાં છે તે પરત ફરીને વિનમ્રતાથી તેને પૂછે છે કે,’જોઇ છે?’ અને તરત જ આઇડી કાઢીને ગાર્ડને બતાવે છે.

સોશિયલ મીડિયા પર દીપિકાના આ વ્યવહારને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. સાથે જ સિક્યોરીટી ગાર્ડની પણ પ્રશંસા કરવામાં આવી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં એસિડ સર્વાઇવરના રોલમાં નજરે આવશે. ફિલ્મમાં તેના કો-સ્ટાર વિક્રાંત મેસી છે. ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલિઝ થશે.

Read Also

Related posts

ગુજ્જુ એક્ટ્રેસનો સેક્સી પૉલ ડાન્સ, Video જોઇને ધબકારો ચુકી જશો એની ગેરેન્ટી

Kaushik Bavishi

મહિલાને દર્દ થયું તો લાગ્યું કે કિડનીમાં છે પથરી, હોસ્પિટલ પહોંચી તો ડોક્ટરે કરાવી 3 બાળકોની ડિલિવરી

Path Shah

જામનગરમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગના દરોડા, મીઠાઈ અને ફરસાણના વેપારીઓમાં ફફડાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!