GSTV
Home » News » Photos: મેડમ તુસાદ મ્યુઝિયમમાં દિપિકાનું વેક્સ સ્ટેચ્યુ, જોતો જ રહી ગયો રણવીર

Photos: મેડમ તુસાદ મ્યુઝિયમમાં દિપિકાનું વેક્સ સ્ટેચ્યુ, જોતો જ રહી ગયો રણવીર

deepika wax statue

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું લંડનના તુસાદ મ્યુઝીયમમાં વેક્સ સ્ટેચ્યુ મુકાયુ છે. તાજેતરમાં જ તેના સ્ટેચ્યુની તસવીરો સામે આવી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

તસવીરોમાં દીપિકા અને રણવીર સ્ટેચ્યુને જોવા માટે ઘણાં ઉત્સાહિત લાગી રહ્યાં છે. તસવીરોમાં દિપિકાના માતા-પિતા પણ નજરે આવી રહ્યાં છે.

સ્ટેચ્યુને જોઇને દીપિકાના પરિવારજનો જ નહી પરંતુ રણવીર સિંહ પણ દંગ રહી ગયો હતો.

એક નજરે તમે પણ સ્ટેચ્યુ જોઇને દંગ રહી જશો કે તેમાથી અસલી દિપિકા કઇ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે દીપિકા ગત વર્ષે સ્ટેચ્યુના મેજરમેન્ટ માટે લંડન આવી હતી. આ સ્ટેચ્યુ બનતા આશરે એક વર્ષ જેટલો સમય લાગ્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર લંડન બાદ દિલ્હીના તુસાદ મ્યુઝિયમમાં પણ દીપિકાનું સ્ટેચ્યુ મુકવામાં આવશે.

લંડન જતાં પહેલાં ગઇકાલે દીપવીર કૂલ અંદાજમાં એરપોર્ટ પર સ્પોટ થયા હતા. જ્યાં રણવીર ડૂડ લુકમાં નજરે પડ્યો હતો, ત્યાં દીપિકા ઓરેન્જ કલરના ટ્રેક સૂટમાં ઘણી સ્ટાઇલીશ લાગી રહી હતી. બંને મીડિયા કેમેરા સામે પોઝ આપી રહ્યાં હતા.

વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા ટૂંક સમયમાં મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં નજરે પડશે. આ ફિલ્મની સ્ટોરી એસિડ એટેક પીડીત લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. આ ફિલ્મને લઇને દીપિકા પણ એક્સાઇટેડ પણ છે. સાથે જ રણવીર સિંહ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવની બાયોપિક ’83’માં નજરે આવશે.

Read Also

Related posts

બ્રિટનની મહારાણી આપી રહી છે નોકરી, જાણો તેના માટે કેટલા યોગ્ય છો તમે?

Nilesh Jethva

બ્રાઝીલનાં બારમાં 7 બંદુકધારીઓએ કર્યો ગોળીબાર,બાર માલિક સહિત 11 લોકોનાં મોત

Mansi Patel

માઈગ્રેન હોય તો નિયમિત દવા લેવાનું ટાળવું છે જરૂરી, જાણો શું છે કારણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!