GSTV

83માં રણવીર સિંહ સાથે કામ કરવાનું શું છે કારણ, દીપિકાએ કર્યો ચોકાવનારો ખુલાસો

Last Updated on June 29, 2019 by

ગલી બોયની સફળતા પછી રણવીર સિંહ અત્યારે સ્પોર્ટ ડ્રામા ફિલ્મ 83ની તૈયારી કરી રહ્યો છે. તેમાં તે પૂર્વ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા કરી રહ્યો છે. તાજેતરમાં જ રણવીરની પત્ની દિપિકા પાદુકોણે પણ ફિલ્મની ટીમને જોઈન કરી છે. 83માં દિપિકા, કપિલદેવની પત્ની રોમી દેવનો રોલ પ્લે કરી રહી છે.

તેમાં દિપિકાએ આ ભૂમિકા નિભાવા પાછળનું કારણ જણાવ્યું. એક ઈન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું કે, એવું નથી કે હું હસબન્ડ રણવીર સિંહની ઓનસ્ક્રીન પત્નીની ભૂમિકા નિભાવા માગું છું એટલા માટે આ રોલ માટે હા નથી પાડી. તેના પાછળ એક મોટું કારણ જવાબદાર છે, આ રોલને રિયલ લાઈફના અનુભવ સાથે કનેક્ટ કરી શકી છું એટલે આ રોલ માટે હા પાડી છે.

દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ આઈકોનિક બેડમિન્ટન પ્લેયર રહી ચૂક્યા છે. માટે દીપિકા સારી રીતે સમજી શકે છે કે સ્પોર્ટસમેનની ફેમિલી અને રિલેશનશિપમાં કેવી તકલીફો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે સમજે છે કે સ્પોર્ટસમેનની પત્ની અ્ને પુત્રી હોવાનો શું મતલબ છે.

ફિલ્મમાં દિપિકા પાદુકોણ કપિલ દેવની પત્નીનો રોલ કરી રહી છે જે તેના માટે સફળતામાં મદદરૂપ સાબિત થઈ હતી. ખાસ રીતે જ્યારે તે કેપ્ટન હતો ત્યારે. તે તેના સપોર્ટ સિસ્ટમનો હિસ્સો હતી. મેં હંમેશાં મહેસૂસ કરું છું કે એક પરિવાર એથલીટના વિઝનને સપોર્ટ કરવા માટે સપનાંનું બલિદાન આપવું પડે છે.

મારી મમ્મી પિતાના કરિયરને લઈને ઘણી સપોર્ટિવ રહી છે. મેં આ પરિવારમાં બધું જોયું છે. એક એથલીટની સફળતામાં પરિવારનો મહત્ત્વપૂર્ણ રોલ મેં જોયો છે. માટે આ રોલ હું કરી રહી છું. મેઘના ગુલઝાર નિર્દેસનમાં બનેલી છપાક ફિલ્મમાં જોવા મળશે.

Read Also

Related posts

સામૂહિક પિતૃતર્પણ / કોરોનાકાળમાં વિધવા સ્ત્રીઓને જીવન જીવવાનો કેડો બતાવ્યો, 51 મહિલાઓ થશે પોતાને પગભર

Dhruv Brahmbhatt

પાર્ટનર સાથેના સબંધમાં આ વાતોની ના કરો અવગણના, નહીંતર કમજોર થઇ શકે છે તમારી રિલેશનશિપ

Damini Patel

UIDAI Update News: બાલ આધાર કાર્ડ બનાવવા માટે નિયમોમાં થયો ફેરફાર, જાણો કેવી રીતે કરવી અરજી?

Tryambak Chattopadhyay
Do NOT follow this link or you will be banned from the site!