GSTV

નસીબ ખૂલ્યા/ 1200 કરોડના બિગ બજેટની આ 2 ફિલ્મો માટે દીપિકા પદૂકોણ ફાયનલ, ભજવશે આ ઐતિહાસિક પાત્રો

દીપિકા

Last Updated on July 3, 2021 by Bansari

નિર્માતા મધુ મન્ટેનાએ એક વાતચીતમાં કન્ફર્મ કર્યું છે કે, દીવાળી પર તે ભારતીય સિનેમાની અધધધ બજેટ ધરાવતી ફિલ્મ રામાયણની ઘોષણા કરવામા છે. જેમાં સીતાનું પાત્ર દીપિકા પદુકોણ ભજવવાની છે. જ્યારે બીજી બાજુ મધુ મન્ટેના અને દીપિકા પદુકોણ ૨૦૧૯માં જ દ્રોપદીનું એલાન કરી ચુક્યા છે.

દીપિકા પદુકોણને બે મહત્વના રોલ સીતા અને દ્રૌપદી મળ્યા

મધુ મન્ટેનાએ જણાવ્યું હતું કે, હું અને દીપિકા આ ફિલ્મો પર સતત કામ કરી રહ્યા છે. દીપિકા પહેલા સીતાનું પાત્ર ભજવશે અને પછી દ્રોપદીના પાત્રમાં જોવા મળશે. રામાયણમાં હૃતિક રોશન, દીપિકા પદુકોણ અને મહેશ બાબુ મુખ્ય રોલ કરી રહ્યા છે. જેમાં હૃતિક રાવણ અને મહેશ બાબુ રામના પાત્રમાં જોવા મળવાના છે.

દીપિકા

દીપિકા પર ફક્ત બે ફિલ્મોના રૂપિયા 1200 કરોડનો દાંવ લાગશે

ફિલ્મની રસપ્રદ વાત એ છે કે, મહાભારત પર આધારિત ફિલ્મનું નિર્માણ મધુ મન્ટેના સાથે દીપિકા પદુકોણ પણ કરવાની છે. કહેવાય છે કે, દીપિકા દ્રોપદીનો મુખ્ય રોલ નિભાવશે, આ ફિલ્મ દ્રોપદીના પાત્રને ધ્યાનમાં રાખીને જ બનાવામાં આવશે.

દીપિકા

મધુ મન્ટેનાના બન્ને પ્રોજેક્ટ રામાયણ અને મહાભારતનું બજેટ ૬૦૦-૬૦૦ કરોડ રૂપિયા છે. દીપિકા પર ફક્ત બે ફિલ્મોને લઇને બહુ મોટા દાંવ લાગી રહ્યો છે. દીપિકા બોલીવૂડની પહેલી અભિનેત્રી હશે જે બે ઐતિહાસિક અને પોરાણિક પાત્ર સીતા અને દ્રોપદીના નિભાવશે. દીપિકાએ પોતાની કારકિર્દીના ૧૨ વરસ પુરા કરી નાખ્યા છે. સંજય લીલા ભણશાલીએ તેની કારકિર્દીને નવો વળાંક આપ્યો છે.

Read Also

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!