દીપિકા પદુકોણની પોતાની આવનારી બે ફિલ્મોની તૈયારીમાં વ્યસ્ત છે. જેમાં તેની નિર્મિત ‘છપાક’ અને અન્ય એક ૮૩’ છે. આ ઉપરાંત તેની વાતચીત એક હોલીવૂડ ફિલ્મ માટે પણ ચાલી રહી છે.

સૂત્રના અનુસાર, દીપિકાને હોલીવૂડની એક બિગ બજેટ ફિલ્મ મળવાની શક્યતા છે. જોકે તેણે આ વાતને સમર્થન આપ્યું નથી. દીપિકાએ આ પહેલા હોલીવૂડની ‘એકસએકસએકસ : રિટર્ન ઓફ ઝેન્ડર કેગ’ થી હોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતુ. હવે તેને આ ફિલ્મની સિકવલની ઓફર થઇ હોવાની વાત છે.

જો આમ હશે તો દીપિકા આ તક છોડશે નહીં તેવું બોલીવૂડના માંધાતાઓનું માનવું છું. જોકે તે પોતાના કામ પ્રત્યે ગંભીર હોવાથી હોલીવૂડની ફિલ્મ સાઇન કરતા પહેલા બોલીવૂડના પોતાના કમિટમેન્ટને વધુ મહત્વ આપશે.તેને હોલીવૂડની વધુ ફિલ્મો કરવાની ઇચ્છા તો છે જ.

ઉલ્લેખનીય છે કે, દીપિકાની આ ફિલ્મમાં મેલ લીડ વિન ડિઝલ સાથે હશે.
Read Also
- જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી
- લંડનમાં ખાલિસ્તાનના વિરોધમાં હજારો ભારતીયો તિરંગો લઈને ભારતીય દૂતાવાસ બહાર ઉમટી પડ્યાં, બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ‘જય હો’ પર કર્યો ડાન્સ