GSTV

પદ્માવતી બાદ દિપિકા બનશે દ્રોપદી, પણ ‘મહાભારત’ની ખાસિયત તો આ હશે

Last Updated on October 25, 2019 by Bansari

હિન્દુ ધર્મનું એક પ્રમુખ કાવ્ય ગ્રંથ મહાભારત પર ફિલ્મ બનવા જઇ રહી છે અને તેમાં દ્રોપદીનું કિરદાર નિભાવતી નજરે આવશે જાણીતી એક્ટ્રેસ દીપિકા પાદુકોણ. ખાસ વાત એ છે કે દીપિકા પાદુકોણ આ ફિલ્મને પ્રોડ્યુસ પણ કરશે. તેના માટે તેણે મધુ મંતેના સાથે કોલાબરેટ કર્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહાભારત બે ભાગમાં બનશે અને પહેલો ભાગ વર્ષ 2021માં રિલિઝ થશે. તેની પહેલાં પણ દીપિકા રાજપુતોની શાન રાની પદ્માવતીના જીવન પર આધારિત ઐતિહાસિક ફિલ્મ પદ્માવતમાં પણ કામ કરી ચુકી છે. હવે તે મહાભારત દ્વારા પૌરાણિક કથાઓ પર બની રહેલી ફિલ્મમાં પણ કામ કરશે.

આ ફિલ્મને લઇને દીપિકાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે દ્રોપદીના રોલ માટે કેટલી ખુશ ચે. દીપિકાએ જણાવ્યું કે, હું દ્રોપદીનો રોલ મેળવીને ખૂબ જ ખુશ છું. આ રોલ મેળવીને હું મારીજાતને સન્માનિત મહેસૂસ કરી રહી છું. આ જીવનભર યાદ રાખી શકાય તેનો રોલ છે. દીપિકાએ વધુમાં જણાવ્યું કે, આ ફિલ્મની ખાસ વાત એ હશે કે આ ફિલ્મ દ્રૌપદીના દ્રષ્ટિકોણથી બનાવવામાં આવશે.

હાલ દીપિકાએ મેઘના ગુલઝારની ફિલ્મ છપાકનું શુટિંગ પુરુ કર્યુ છે. આ ફિલ્મ આગામી વર્ષે જાન્યુઆરીમાં રિલિઝ થશે. આ સાથે જ દીપિકા રણવીર સાથે ફિલ્મ 83માં રોમી દેવ રણવીર સિંહની પત્નીના રોલમાં નજરે આવશે.

સાથે જ મંટેનાએ આ ફિલ્મ વિશે જણાવ્યું કે, આપણે સૌ મહાભારતને સાંભળતા, જોતા, વાંચતા આવ્યાં છીએ. તેવામાં દ્રોપદીનો દ્રષ્ટિકોણ અમારી ફિલ્મની વિશેષતા છે. આ કિરદાર આપણા સાંસ્કૃતિક ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ નાયિકાઓમાંથી એક છે.

Read Also

Related posts

નિયમોમાં ફેરફાર/ 1 તારીખથી સેલરી અને બેંકોમાં જમા પૈસાના નિયમોમાં થશે ફેરફાર, ખિસ્સા પર પડશે સીધી અસર

Damini Patel

અગત્યનું/ નવી કાર માટે ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સ લેવો કેમ છે જરૂરી, જાણી લો ફાયદા

Bansari

Cyber Fraud/ ક્રેડિટ કાર્ડ વાળા સાવધાન! પહેલા રીવોર્ડ પોઈન્ટ્સ ઓફર કરશે પછી ચલાવશે લૂંટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!