GSTV

બોલીવૂડમાં સૌથી વધુ ફી લે છે આ એક્ટ્રેસ, કહ્યું- ખરાબ પણ લાગે છે

વર્ષ 2008મા શાહરૂખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમની સાથે ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ દીપિકા પાદુકોણ એક દશક પછી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સ્થાપિત કરવામાં સફળ રહી છે. ફિલ્મ છપાકમાં એક એસિડ એટેક સર્વાઈવરનો રોલ નિભાવનાર દીપિકા અત્યારે ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનાર એક્ટ્રેસમાં શામેલ છે પરંતુ તેમણે હાલમાં જ એક ઈન્ટરવ્યૂંમાં જણાવ્યું છે કે તેમના ડીએનએમાં નથી કે તે આ બધી વસ્તુઓ વિશે વાતચિત કરે કે તે કેટલું કમાય છે.

હાર્પર બજાર ઈન્ડિયા સાથેની મુલાકાતમાં તેમણે ગ્લોબલ આઈરકોન હોવાની વાત કરી હતી. તેણે કહ્યું કે હું ક્યાં રહું છું અને હું કેટલી કમાણી કરું છું તે વિશે વાત કરવાનું મારા ડીએનએમાં નથી પરંતુ હું ઘણી મુશ્કેલીમાં પણ છું. કારણ કે હું જાણું છું કે આજના સમયમાં આવી ચર્ચાઓ જરૂરી થઈ ગઈ છે. સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી તરીકે દીપિકાને કેવું લાગે છે? તેણે કહ્યું હતું કે ‘હું પણ ખૂબ જ દોષી લાગું છું કારણ કે મને લાગે છે કે આ બધી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

પ્રોડ્યૂસર બન્યા બાદ સમજાયુ છે તે કેટલુ પ્રેશર હોય છે- દીપિકા

તેમણે વધુમાં કહ્યું કે હવે હું પ્રોડ્યુસર બની ગઈ છું, તેથી હું આ બાબતોને થોડી વધુ સારી રીતે સમજી શકું છું. મને લાગે છે કે હવે એવો સમય આવી ગયો છે કે ફિલ્મના નાયકો ખૂબ ઉંચી ફી વસૂલ કરીને ફિલ્મના ખર્ચ પર વધારે દબાવ ન મૂકે પરંતુ આવા કેટલાક સ્ટાર્સ પણ છે જેઓ પોતાના દમ પર બોક્સ ઓફિસ પર ખૂબ સારૂ કલેક્શન મેળવવામાં સફળ પણ છે. મને લાગે છે કે આ મામલે ઘણા સ્તરે વાતચીત થવી જોઈએ કારણ કે મને નથી લાગતું કે તેનો કોઈ ઉપાય છે. આ એકદમ મુશ્કેલ મુદ્દો છે.

View this post on Instagram

it’s the time to disco!?

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

તમને જણાવી દઈએ કે મેઘના ગુલઝારે દીપિકાની ફિલ્મ છપાકનું દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મ સિવાય દીપિકા પાદુકોણ ફિલ્મ 83માં પતિ રણવીર સિંહ સાથે કામ કરી રહી છે. આ ફિલ્મમાં રણવીર કપિલ દેવની ભૂમિકા નિભાવી રહ્યો છે, આ જ દીપિકા ફિલ્મમાં તેની પત્ની રોમી દેવની ભૂમિકામાં જોવા મળશે. 1983 ના ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત ફિલ્મમાં ઉદ્યોગના ઘણા સ્ટાર્સ ક્રિકેટર તરીકે જોવા મળશે.

READ ALSO

Related posts

ટીવી સીરિયલના આ જાણીતા ડાયરેક્ટરની દશા થઈ એવી કે શાકભાજી વેચી ગુજારી રહ્યો છે જીવન, જાણો કેવી છે રીયલ લાઈફ

Mansi Patel

‘ગુડ ન્યુઝ’ માટે સંબંધોની અદલા-બદલી, સાસુ-વહુના સંબંધને અલગ દિશા આપશે આ સીરિયલ

Ankita Trada

ડ્રગ્સ કેસમાં આ ત્રણ અભિનેત્રીઓના મોબાઈલ કર્યાં જપ્ત, સઘન પૂછપરછ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!