GSTV
Home » News » જિમમાં પુશઅપ્સ કરતી જોવા મળી દીપિકા પાદુકોણ વાયરલ થયા ફોટો

જિમમાં પુશઅપ્સ કરતી જોવા મળી દીપિકા પાદુકોણ વાયરલ થયા ફોટો

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ કેટલાક દિવસથી તેની ફિટનેસનું ધ્યાન રાખી રહી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તે જિમમાં વર્કઆઉટ બાદ રિલેક્સ જોવા મળી હતી. દીપિકાનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. દીપિકા પાદુકોણે જિમમાં એક નવો વર્કઆઉટ ટ્રાય કર્યો જેની વાત તેણે કેપ્શનમાં જણાવી છે.

દીપિકાએ કેપ્શનમાં લખ્યું, આજે મેં એક પુશ અપ કર્યું. હું જમીન પર પડી ગઈ…અને ઊભા થવા માટે મારા હાથનો ઉપયોગ કરવો પડ્યો. તો તમે સમજ્યા…હું તે પુશ અપ્સની ખૂબ નજીક હતી. દીપિકા પાદુકોણ અત્યારે તેની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખી રહી છે, તો એ માટે અંદાજો લગાવીએ કે દીપિકા તેની આવનારી ફિલ્મની તૈયારી કરી રહી છે.

દીપિકા ફિલ્મ 83માં કપિલ દેવની પત્નીની ભૂમિકામાં જોવા મળી શકે છે. કપિલ દેવની પત્ની રોમી ભાટિયા 1980ની મિસ ઈન્ડિયા વિનર હતી અને તે ઘણી ફિટ હતી.

દીપિકાની લગ્ન પછી રણવીરસિંહ સાથે પહેલી ફિલ્મ હશે. એટલું જ નહીં આ ફિલ્મમાં બંને પતિ-પત્નીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં રણવીરસિંહ કપિલ દેવનો રોલ કરી રહ્યો છે. ફિલ્મ માટે રણવીર પણ પાછલા કેટલાક દિવસથી ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યો છે.

જ્યાં સુધી દીપિકા પાદુકોણના વર્કની વાત કરીએ તો તે અત્યારે તેની અપકમિંગ ફિલ્મ છપાકના શૂટિંગમાં વ્યસ્ત છે.

Read Also

Related posts

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva

આ દેશમાં રૂપિયાની નહીં પણ ટોઈલેટની થઈ ચોરી, કિંમત જાણશો તો આંખો ફાટી જશે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!