GSTV
Home » News » 13 વર્ષની ઉંમરે જ દીપિકા કરવા લાગી હતી ડેટિંગ, એક નહીં અનેક વાર થયો વિશ્વાસઘાત

13 વર્ષની ઉંમરે જ દીપિકા કરવા લાગી હતી ડેટિંગ, એક નહીં અનેક વાર થયો વિશ્વાસઘાત

નવેમ્બરમાં લગ્નના બંધન બંધાયા બાદ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે હવે હનીમૂન માટે રવાના થઇ ગયા છે. લગ્ન પહેલાં, બંનેએ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતાં. બંનેની લવ સ્ટોરી સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘ગોલિયો કી રાસ લીલા રામ લીલા’ સાથે શરૂ થઈ હતી. રણવીર પહેલા, દીપિકા રણબીર કપૂરને ડેટ કરી ચુકી છે.

એક સમયે દીપિકા તેની કારકિર્દી છોડવીને મિસીસ કપૂર બનવા માટે તૈયાર હતી, પરંતુ આ સંબંધ આગળ ન વધ્યો. રણબીર તો બ્રેકઅપના દુખમાંથી બહાર આવી ગયો હતો પરંતુ દીપિકાને ભારે ફટકો પડ્યો હતો. હવે દીપિકા મિસીઝ રણવીર સિંહ બની ગઇ છે. તાજેતરમાં જ, દીપિકાએ તેના અંગત જીવનને લગતા ઘણાં ખુલાસા કર્યા છે.

દીપિકાએ પોતાની વાતચીત દરમિયાન જણાવ્યું કે 6 વર્ષના રિલેશનશીપમાં ઘણીવાર એવું બન્યું છે જ્યારે તેનો રણવીર સાથે ઝગડો પણ થયો પરંતુ તેવું ક્યારેય નથી બન્યું કે તેમણે બ્રેકઅપ વિશે વિચાર્યુ હોય. દીપિકાએ જણાવ્યું કે જ્યારે 2016માં તેમની સગાઇની ખબરો આવી ત્યારે તેમણે આ ચર્ચા પર સહમતિ પણ ન દર્શાવી અને ન તો તેનો ઇનકાર કર્યો.

આ ઉપરાંત દીપિકાએ તેમ પણ જણાવ્યું કે તેણે 13 વર્ષની ઉંમરથી ડેટ કરવાનું શરૂ કર્યુ હતું અને તેણે કોઇપણ રિલેશનશીપને હળવાશથી લીધી ન હતી. પછી તે વાત એક વર્ષની હો. કે ચાર વર્ષના રિલેશનશીપની. બધા જ પ્રોપર રિલેશનશીપ હતા. તેમણે કહ્યું કે, હું ઘણા રિલેશનશીપમાં રહી છું અને ઘણી વાર મારે વિશ્વાસ તૂટ્યો છે.

દીપિકાએ જણાવ્યું કે, જ્યારે હું રણવીરને મળી ત્યારે હું આ બધાથી થાકી ચુકી હતી. હું સતત રિલેશનશીપ્સમાં રહી હતી. હું થોડો સમય એકલી રહેવા માંગતી હતી. કોઇને હું ફક્ત ડેટ જ કરવા માંગતી ન હતી. હું કોઇને પણ જવાબપાત્ર બનવા માંગતી ન હતી. જો કે દીપિકાએ તેમ પણ જણાવ્યું કે થોડા જ મહિનાઓમાં તે રણવીરથી એટલી આકર્ષિત થઇ ગઇ કે તે મહેસૂસ કરવા લાગી કે તેઓ ક્યારે લગ્ન કરશે.

જણાવી દઇએ કે જ્યારથી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઇટલીમાં લગ્ન થયાં છે ત્યારથી આ કપલ ચર્ચામાં છે. પાછલા ઘણાં સમયથી દીપવીરના લગ્ન અને રિસેપ્શનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. લગ્ન બાદ હજુ સુધી આ ન્યૂલીવેડ કપલ હનીમૂન પર જઇ શક્યા નથી કારણ કે લગ્ન બાદ તરત જ રણવીર પોતાની તાજેતરમાં જ રીલીઝ થયેલી ફિલ્મ સિમ્બાના પ્રમોશનમાં વ્યસ્ત હતો.

આ કપલની કેટલીક તસવીરો વાયરલ થઇ છે જેમાં તેઓ પોતાના હનીમૂન માટે રવાના થતાં જોવા મળે છે. દીપવીર હનીમૂન પર રવાના થયાં તેની કેટલીક તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. આ કપલને ફુલ બ્લેક અટાયરમાં લ્પોટ કરવામાં આવ્યાં છે. આ કપલ હાથોમાં હાથ પરોવીને એરપોર્ટ પર જોવા મળ્યું હતુ.

Read Also

Related posts

ફ્રીજમાં જામેલા બરફનું ઠંડુ પાણી તો પીધું હશે, પણ તેના ફાયદા જાણીને ચોંકી ઉઠશો

Bansari

ઘરના આ ખૂણામાં મુકો તિજોરી, થઇ જશો માલામાલ

Bansari

બે મહિનાની બાળકીનું થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, તસવીરો જોશો તો આંખો થશે ભીની..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!