GSTV

કામ કરતાં બેભાન થઇ ગઇ, બીજા દિવસે ઉઠી તો…ડિપ્રેશન પર દીપિકાનો ચોંકાવનારો ખુલાસો

deepika

બોલીવુડની ટૉપ એક્ટ્રેસીસમાંથી એક દીપિકા પાદુકોણ ખુલીને પોતાની વાત રજૂ કરવા માટે જાણીતી છે. જ્યારે પણ તે કેમેરા સામે આવે છે ત્યારે તેનો સ્મિત સાથેનો ચહેરો જ જોવા મળે છે. પરંતુ તાજેતરમાં જ દિપિકાએ ખુલાસો કર્યો કે તે ડિપ્રેશનના ખરાબ દોરમાંથી પસાર થઇ ચુકી છે અને એક સમયે તો તે બેભાન પણ થઇ ગઇ હતી.

એક રિપોર્ટ અનુસાર,દીપિકાએ પોતાના ક્લિનિકલ ડિપ્રેશન વિશે એક બ્લોગમાં લખ્યુ, મે 2014માં આ લક્ષણોનો અનુભવ કરવાનું શરૂ કર્યુ હતુ. ફેબ્રુઆરી મહિનામાં લાંબા સમય સુધી કામ કર્યા બાદ હું બેભાન થઇ ગઇ હતી. બીજા દિવસે સવારે જ્યારે હું ઉઠી તો મને કંઇ મહેસૂસ થતું ન હતું અને મને રડવાનું મન થતું હતુ.

પોતાના કરિયરના શિખર પર હોવા અને રણવીર સિંહને ડેટ કરવાના સમયને યાદ કરતાં એક્ટ્રેસે કહ્યું કે, કાગળ પર, આ મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય હોવો જોઇતો હતો. મારી 4 યાદગાર ફિલ્મો રિલિઝ થઇ હતી. મારો પરિવાર મને સપોર્ટ કરી રહ્યો હતો. હું તે વ્યક્તિને ડેટ કરી રહી હતી જે આજે મારો પતિ છે. મારે તેવુ મહેસૂસ કરવાની જરૂર ન હતી પરંતુ મને તેવું મહેસૂસ થયુ.

દીપિકાએ ખુલાસો કર્યો કે તે સમયે તે તે આખો દિવસ સૂવા માગતી હતી કારણ કે તે જાગીને રિયાલીટી મહેસૂસ કરવા માગતી ન હતી. તેણે લખ્યું કે, દરેક સમયે થાક અને ઉદાસીનતા મહેસૂસ થતી. જો કોઇ મને ખુશ કરવા માટે ખુશી વાળા ગીતો વગાડે તો મને ખરાબ લાગતુ. દરરોજ ઉઠવું એક પ્રયાસ જેવુ હતુ.

દીપિકાએ ખુલાસો કર્યો કે જ્યારે તેના માતા-પિતા તેને મળવા માટે મુંબઇ આવ્યાં તો તેમણે એક્ટ્રેસને પ્રોફેશનલની મદદ લેવાની સલાહ આપી હતી. દીપિકાએ લખ્યું કે, માતા-પિતા હતાં ત્યાં સુધી મે મારી જાતને સંભાળીને રાખી પરંતુ જેવું તેમણે એરપોર્ટ જવાનું કહ્યુ, મે મારી બેગ પેક કરી, તે જ સમયે મારી આંખમાંથી આંસુ આવી ગયા. મારી માએ મને જોઇને તરત પૂછ્યું કે શું કંઇ ખોટુ થયું છે? પરંતુ મારી પાસે કોઇ જવાબ ન હતો. ત્યારે તેમણે મને કહ્યું કે મને કોઇ પ્રોફેશનલની જરૂર છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ પર બનેલી ફિલ્મ છપાકમાં નજરે આવશે. આ ઉપરાંત તે રણવીર સિંહ સાથે કપિલ દેવની બાયોપિક 83માં તેની પત્નીના કિરદારમાં નજરે આવશે.

Read Also

Related posts

લોકડાઉનમાં પત્નીનો વિરહ ન જીરવાતા યુવકે કરી આત્મહત્યા, 22 દિવસથી રહેતો હતો એકલો

Mayur

વડોદરામાં નાગરવાડ બાદ હવે આ વિસ્તાર પણ કરાયો Quarantine, આજે વધુ 4 કેસ નવા મળ્યા

Mansi Patel

ક્યાંક તમે પણ કોરોનાનાં ‘ફોલ્સ નેગેટિવ’ દર્દીતો નથીને? કેવી રીતે જાણશો તમને ચેપ લાગ્યો છે કે નહિ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!