GSTV
Home » News » પ્રેગનેન્સીને લઇને આ શું બોલી ગઇ દીપિકા! સમાજની વિચારધારા પર કહી દીધી આ વાત!

પ્રેગનેન્સીને લઇને આ શું બોલી ગઇ દીપિકા! સમાજની વિચારધારા પર કહી દીધી આ વાત!

દીપિકા પાદુકોણ ગત વર્ષે રણવીર સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાઇ હતી. લગ્ન બાદ દીપિકા પ્રેગનેન્સીની અફવા કૂબ ઉડી હતી. તેવામાં હવે દીપિકાએ તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં પ્રેગનેન્સીના પ્રેશર વિશે જણાવ્યું. દીપિકાએ પોતાની પ્રેગનેન્સીની ખબરોને ફગાવતાં કહ્યું કે ક્યારેક તો તે મા બનશે જ. તેણે કહ્યું કે કોઇપણ મહિલા અથવા દંપત્તિ પર પેરેન્ટ બનવા પર દબાણ કરવું યોગ્ય નથી.

દીપિકાએ કહ્યું કે જ્યારે આ થવાનું હશે ત્યારે થઇ જશે. દરેક જગ્યાએ આજકાલ મને આ જ સાંભળવા મળી રહ્યેં છે. ખાસ કરીને જેના બાળકો છે. હા એક સમયે આ થશે જ પરંતુ હાલ આ વાત કરવાનો કોઇ અર્થ નથી.

દીપિકાએ વધુમાં જણાવ્યું કે જે દિવસે મહિલાઓને મા બનવા પર સવાલ કરવાનુ છોડી દેવામાં આવશે તે જ દિવસે આપણે હકીકતમાં કોઇ બદલાવ લાવી શકીશું.

deepika-ranveer

જણાવી દઇએ કે દીપિકા અને રણવીર એકબીજાને ઘણો પ્રેમ કરે છે અને સાથે જ એકબીજાની ઘણી રિસ્પેક્ટ પણ કરે છે. આ ઉપરાંત બંને સોશિયલ મીડિયા પર પણ એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે.

દીપિકાની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરીએ તો આજકાલ તે ફિલ્મ છપાકના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના રોલમાં જોવા મળશે. છપાક 10 જાન્યુઆરી 2020ના રોજ રિલિઝ થશે.

Ranveer Singh

સાથે જ જો રણવીરની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે આજકાલ પોતાની ફિલ્મ 83ના શુટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ રિલિઝ થયેલી તેની ફિલ્મ ગલી બોયે બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી દીધી હતી.

Read Also

Related posts

અમિત શાહે નારણપુરામાં કર્યું મતદાન, તમારો એક મત દેશના વિકાસને આગળ વધારી શકે છે

Arohi

લોકશાહીનું મહાપર્વ : ગુજરાતમાં 9 વાગ્યા સુધી સરેરાશ 13 ટકા મતદાન

Mayur

ગુજરાત ઇલેક્શન : અનેક જગ્યાએ EVM ખોટકાયા, મતદાતાઓને આવ્યો રાહ જોવાનો વારો

Bansari