GSTV
Home » News » રણવીરને તેની ખૂબસુરત સાળીએ જાહેરમાં કહ્યું કંઇક એવું, દીપિકાને પણ આવશે ઇર્ષ્યા

રણવીરને તેની ખૂબસુરત સાળીએ જાહેરમાં કહ્યું કંઇક એવું, દીપિકાને પણ આવશે ઇર્ષ્યા

બોલીવુડ એક્ટર રણવીર સિંહ 14-15 નવેમ્બરે એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સાથે ઇટલીના લેક કોમો ખાતે લગ્નના બંધનમાં બંધાઇ ચુક્યો છે. પાછલાં ઘણાં દિવસોથી સોશિયલ મીડિયા પર તેમના લગ્નને લઇને ચર્ચાઓ થઇ રહી છે. લગ્ન બાદ બંને ખૂબ જ ખુશ લાગી રહ્યાં છે.

જ્યાં દીપિકા પોતાની નણંદ રિતિકા ભાવનાનીની ખૂબ જ ક્લોઝ છે ત્યાં રણવીરની સાળી તથા ગોલ્ફર અનીશા પાકુકોણ પોતાના જીજુ રણવીરની ફેવરેટ છે. તાજેતરમાં જ અનીષાએ એક પ્રેમાળ મેસેજ રણવીર માટે ટ્વિટર પર શેર કર્યો. આ ટ્વિટ બાદ બંને વચ્ચેની ખાસ બોન્ડિંગ જોવા મળી.

હકીકતમાં રણવીર સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે વાતચીત કરતો રહે છે. તાજેતરમાં જ રણવીર સોશિયલ મીડા પર ફેન્સના સવાલોના જવાબ આપી રહ્યાં હતા. આ જ દરમિયાન રણવીરની સાળી અને દીપિકાની બહેન અનીષાએ રણવીર માટે ‘આઇ લવ જીજુ’ લખ્યુ. જે રણવીર માટે અનીષાના પ્રેમનો પુરાવો છે.

જણાવી દઇએ કે અગાઉ પણ દીપિકા-રણવીરના લગ્ન દરમિયાન અનીષાએ ટ્વિટર પર એક સ્પેશિયલ ફોટો શેર કર્યો હતો. સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું હતું’રબ ને બના દી જોડી.’

જણાવી દઇ કે, છેલ્લા એક મહિનાથી ન્યૂલી મેરિડ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લાઇમલાઇટમાં છે. રણવીર સિંહ અને દીપિકાના લગ્નને એક મહિના જેટલો સમય થઇ ગયો છે પરંતુ હજુ પણ તેમને લઇને કોઇને કોઇ ખબરો આવતી રહે છે. તેવામાં તાજેતરમાં જ રણવીર-દીપિકા પહોંચ્યા હતાં કોમેડી કિંગ કપિલ શર્માની રિસેપ્શન પાર્ટીમાં. અહીં આ ન્યૂલી વેડ કપલે જે અંદાજમાં એન્જોય કર્યુ તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

Read Also

Related posts

Photos: આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel

જાંબલી કેરી ઈન્ટરનેટ પર થઈ રહી છે વાયરલ, ડાયાબિટીઝનાં દર્દીઓ માટે છે અમૃત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!