GSTV
Home » News » આટલા કરોડમાં માની દીપિકા, ’83’માં રણવીરની પત્નીના ટચૂકડા રોલ માટે લીધી ધરખમ ફી

આટલા કરોડમાં માની દીપિકા, ’83’માં રણવીરની પત્નીના ટચૂકડા રોલ માટે લીધી ધરખમ ફી

દીપિકા પદુકોણ અને  રણવીર સિંહ ફરી એક વખત રૂપેરી પડદે સાથે કામ કરતા જોવા મળશે. દીપિકાએ પતિ રણવીર સાથે કબીર ખાનના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મ ‘૮૩’માં કામ કરવાની છે. આ ફિલ્મમાં તે પતિ-પત્નીના પાત્રમાં જોવા મળશે.નાની ભૂમિકા માટે ફિલ્મસર્જકે તેને રૂપિયા ૧૪ કરોડ જેવી ધરખમ ફી આપીને મનાવી લીધી છે. 

 સૂત્રની વાત સાચી માનીએ તો, દીપિકા આ ફિલ્મમાં  સાઇડ રોલ કરવા રાજી નહોતી. દીપિકાએ આ પૂર્વે ફિલ્મોમાં લાંબા અને મહત્વના  તેમજ મુખ્ય રોલ કર્યા છે જ્યારે આ ફિલ્મમાં તેની ભૂમિકા બહુ ટૂંકી હશે.કહેવાય છે કે, દીપિકાને આ પાત્ર માટે રૂપિયા ૧૪ કરોડની ભારી-ભરખમ રકમ આપવામાં આવી ત્યારે અભિનેત્રી આ પાત્ર માટે તૈયાર થઇ.

દીપિકા અન ેરણવીરની જોડી ચોથી વખત રૂપેરી પડદે સાથે કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ ક્રિકેટને લગતી ફિલ્મમાં કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે. જ્યારે દીપિકા કપિલની પત્ની રોમા ભાટિયાના રોલમાં જોવા મળશે. આ જોડીની આ પ્રથમ ફિલ્મ એવી હશે જેમાં ફિલ્મના અંતમાં તેમને મૃત્યુ પામતા જોવામાં નહીં આવે. 

ફિલ્મ 1983ના વર્લ્ડકપ પર આધારીત

  • દીપિકાનો ફિલ્મમાં રોલ ઘણો જ નાનો છે.
  • આ ફિલ્મની વાર્તા કપિલ દેવ તથા તેની ટીમે વર્લ્ડ કપ જીત્યો તે અંગેની છે.
  • દીપિકાનો રોલ નાનો છે પરંતુ તેને ફી વધુ મળી છે.
  • શરૂઆતમાં દીપિકા આ ફિલ્મ કરવા તૈયાર નહોતી. ફિલ્મમાં તે સેન્ટર રોલમાં નથી.
  • જોકે, પછીથી પતિ રણવીરને કારણે અને ફીને કારણે તે કામ કરવા તૈયાર થઈ હોવાનું માનવામાં આવે છે.
  • દીપિકાની પ્રોડ્યૂસર તરીકેની પહેલી ફિલ્મ ‘છપાક’ આવતા વર્ષે રિલીઝ થવાની છે.
  • આ ફિલ્મ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે.
  • ડિરેક્ટર મેઘના ગુલઝારની આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે.

સૌથી વધુ ફી લેનાર હિરોઈન

  • ઈન્ડસ્ટ્રીમાં હાલમાં દીપિકા સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસિસમાંથી એક છે.
  • ‘પદ્માવત’ માટે દીપિકાને 12 કરોડ રૂપિયા મળ્યાં હતાં.
  • દીપિકા બાદ કંગના સૌથી વધુ ફી લે છે. ‘મણિકર્ણિકા’ માટે કંગનાને 10-12 કરોડ રૂપિયા મળ્યાં હોવાની ચર્ચા છે.

Read Also

Related posts

Photos: આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel

જાંબલી કેરી ઈન્ટરનેટ પર થઈ રહી છે વાયરલ, ડાયાબિટીઝનાં દર્દીઓ માટે છે અમૃત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!