GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

દીપિકાના પાસપોર્ટ હોલ્ડરની કિંમત જાણીને આંખો પહોળી થઇ જશે, આટલામાં તો કોઇ વિદેશ ફરી આવે!

જાણીતી બોલીવુડ અભિનેત્રી દિપીકા પદુકોણ ચર્ચામાં આવતી રહેતી હોય છે. હાલમાં અભિનેત્રીના મેટ ગાલામાં જોવા મળેલી ડિઝની પ્રિસ્સેસ લૂકને લઈને ચર્ચામાં રહી હતી. પીંક બાર્બી સ્ટાઈલ ડ્રેસ અને હેરસ્ટાઈલમાં દિપીકા સુપર્બ લાગી રહી હતી.

હાલમાં દિપીકા પદૂકોણ છપાક મૂવી કરી રહી છે. તેના શિડ્યુલમાંથી સમય કાઢીને તેણી મેટ ગાલા અને 42માં કાન્સ ફેસ્ટિવલમાં હાજરી આપવા જઈ રહી છે. ત્યારે દિપીકાનો કાન્સનો લૂક પણ જોરદાર છે. મહત્વની વાત એ છે કે, કાન્સમાં જતા પહેલા દિપીકાએ પોતાના બોર્ડીંગ પાસનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આમાં ખાસ વાત હતી તેનો પાસપોર્ટ હોલ્ડર.

આ પાસપોર્ટ હોલ્ડર આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ Goyard creationનો છે. જે દેખાવમાં અત્યંત સુંદર લાગી રહ્યો છે. જો તમે આને ખરીદવાનું વિચારી રહ્યા હો તો તેની કિંમત પણ જાણી લો. આ પાસપોર્ટ હોલ્ડરની ઓનલાઈન કિંમત 755 ડોલર એટલે કે લગભગ 52,000 ભારતીય રૂપિયા થાય છે. દીપિકા માટે આ રકમ મોટી નથી પણ કોઇ વ્યક્તિ આટલા રૂપિયામાં વિદેશ યાત્રા કરી શકે.  દિપીકા પદુકોણે પાસપોર્ટ હોલ્ડર સાથે એ વાતની હિંટ આપી હતી કે, તે કાન્સના રેડ કારપેટ પર લુક ઘણો ઈમ્પ્રેસિવ હશે.

બોલિવૂડની દીપિકા પાદુકોણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં તેની સુંદરતાથી બધાને સ્તબ્ધ કરી દીધા હતા. રેડ કાર્પેટ પર તેનો લુક હંમેશાં ગ્લેમરસ રહ્યો છે. સોશિયલ મીડિયા પર દીપિકાના સ્ટાઈલિશ ફોટો વાયરલ થયા છે.દીપિકાના લુકની વાત કરીએ તો તેણે વ્હાઈટ કલરના લાંબા ટ્રાઉઝર સાથે ઊંચી સ્લિટ વાળો ડ્રેસ પહેર્યો હતો. તેના ડ્રેસમાં સૌથી વધુ આકર્ષક લાગે તે હતું કાળા કલરનું બો. બોએ તેના લુકમાં ચાર ચાંદ લગાવી દીધો હતો.

દીપિકાનો હાઈ પોનીટેલ તેના ગેટઅપને પૂર્ણ કરી રહ્યો હતો. ત્યારે તેની ડ્રામેટિક કાજલ વાળો લુક સૌથી વધુ આકર્ષક બન્યો હતો. રિવર્સ કેટ આઈ લુક તેના ગેટઅપને પરફેક્ટ બનાવતો હતો.

Read Also

Related posts

આતંકીઓની દહેશતને કારણે સાવચેતીના ભાગરૂપે મહત્વનું પગલું, દરિયાકાંઠાનો વિસ્તાર એલર્ટ જાહેર

pratik shah

#BoycottChineseProduct કેમ્પેઈનને મળ્યો બોલીવુડનો સાથ, આ સેલેબ્સે કર્યો સપોર્ટ

Mansi Patel

કોરોના જંગમાં મદદરૂપ થવા દક્ષિણ ભારતના સ્પેશ્યલિસ્ટો મુંબઈ આવશે, બીએમસી દ્વારા ડૉક્ટરોને અપાશે આટલો પગાર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!