GSTV
Home » News » રણવીર તો બેડમાં પણ….દીપિકાએ શૅર કર્યા પતિના આ બેડરૂમ સિક્રેટ્સ

રણવીર તો બેડમાં પણ….દીપિકાએ શૅર કર્યા પતિના આ બેડરૂમ સિક્રેટ્સ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્ન બાદ કોઇને કોઇ ઇવેન્ટમાં સાથે નજરે આવતાં હોય છે. તાજેતરમાં જ બંને ફેમિના બ્યૂટી અવોર્ડસમાં હાજર રહ્યાં હતા. બંનેએ પોતાના લગ્નજીવનને લઇને ખુલીને વાત કરી હતી. આ દરમિયાન દીપિકાએ રણવીરના કેટલાંક બેડરૂમ સીક્રેટ્સ શેર કર્યા.

દીપિકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. દીપિકા પાદુકોણને રણવીર સિંહના બ્યૂટી સિક્રેટ્સ વિશે પૂછવામાં આવ્યુ. આ દરમિયાન દીપિકાએ કહ્યું કે, રણવીર ઘણા સમય સુધી શૉવર લે છે. તે ટૉયલેટમાં પણ લાંબા સમય સુધી રહે છે.

સાથે જ દીપિકાએ જણાવ્યું કે તૈયાર થવામાં પણ રણવીરને ઘણો સમય લાગે છે. દીપિકાએ જણાવ્યું કે, તે બેડ પર પણ ઘણો સમય લે છે. આ વાત પર ઓડિયન્સ હસવા લાગે છે. ત્યારે દીપિકા પોતાનું વાક્ય સુધારતાં બોલે છે કે, મારો અર્થ છે કે તે બેડ પર સુવા જવા માટે પણ ઘણી વાર લગાડે છે.

આ અવોર્ડ ફંક્શનમાં દીપિકાએ રણવીરના આઉટફિટને લઇને પણ વાત કરી. દીપિકાએ જણાવ્યું કે, જ્યારે પણ રણવીર ક્યાંય જવા માટે આઉટફિટ સિલેક્ટ કરે છે તો તે પહેલાં મને બતાવે છે. મારા અપ્રુવ કર્યા બાદ જ રણવીર તે આઉટફિટ પહેરે છે.

આ અવોર્ડ ફંક્શનમાં દીપિકા બ્લેક ડીપ ક્લીવેજ ગાઉનમાં નજરે પડી હતી જ્યારે રણવીર પોતાના કલરફુલ સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. આ અવોર્ડ ફંક્શનમાં દીપિકાને ફેમિના ઑફ ધ યરનો અવોર્ડ મળ્યો છે.

Read Also

Related posts

પાણીપૂરી બનશે એકદમ લારી કે ઠેલા જેવી, ઘરે બનાવો આ ખાસ મસાલો

NIsha Patel

બેહોશ કરી પહેલાં દાદી અને પછી પૌત્રી સાથે માણ્યું સેક્સ, વીડિયો ઉતારી કરવા લાગ્યો બ્લેકમેઇલ

Karan

વાપીનો ઢાંઢો ડોક્ટર વિકૃત બનતા નર્સને કર્યા અડપલા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!