GSTV
Home » News » ‘છપાક’: દીપિકાને ‘લક્ષ્મી’ બનવા માટે કરવી પડી આટલી મહેનત, જોવા જેવો છે આ મેકિંગ વીડિયો

‘છપાક’: દીપિકાને ‘લક્ષ્મી’ બનવા માટે કરવી પડી આટલી મહેનત, જોવા જેવો છે આ મેકિંગ વીડિયો

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક રિલિઝ થઇ ગઇ છે. ફિલ્મે બૉક્સ ઑફિસ પર ભલે ધબડકો વાળ્યો હોય પરંતુ ફિલ્મની ઘણી પ્રશંસા થઇ રહી છે. સાથે જ દીપિકા પાદુકોણના લુક અને તેના મેકઅપના ખૂબ જ વખાણ થઇ રહ્યા છે, જેમાં તેણે એક એસિડ એટેક પીડિતાનો લુક અપનાવ્યો છે. પરંતુ શું તમે જાણો છે કે આ લુક માટે દીપિકાએ કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તે ખૂબ જ ચેલેન્જિંગ પણ હતો.

મેઘના ગુલઝારના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મની સ્ટોરીને સકારાત્મક પગલુ ગણાવવામાં આવી રહ્યું છે. દીપિકા પાદુકોણે એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનું પાત્ર ભજવવા માટે જે લુક અપનાવ્યો છે તે ખૂબ જ ચર્ચામાં છે. હવે દીપિકાએ આ લુક અપનાવવા માટે આવેલા ચેલેન્જીસનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઇ શકાય છે કે આ ગેટઅપ માટે તે કેવી રીતે તૈયાર થઇ હતી. સાથે જ તેણે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વીડિયોમાં જોઇ શકાય છે કે મેકઅપ આર્ટિસ્ટ તેને શુટિંગ માટે તૈયાર કરી રહી છે. દીપિકાએ આ વીડિયો શેર કરતાં લખ્યું કે, છપાકનો ચહેરો, તાકાતનો ચહેરો, હિંમતનો ચહેરો. સાથે જ દીપિકાએ પોતાના કિરદારમાં મદદ કરનાર તમામ લોકોને વીડિયોમાં ટેગ કર્યા છે. દીપિકાએ વિક્રાંત મેસ્સી, મેઘના ગુલઝાર, શંકર અહેસાન લૉય, ગુલઝારનું નામ સામેલ કર્યુ છે.

ચહેરાનો આ મેકિંગ વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો તેમાં દીપિકાના વખાણ કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે ફિલ્મમાં દીપિકાએ પોતાના લુક પર ખૂબ કામ કર્યુ છે કારણ કે આખી ફિલ્મમાં દીપિકાના 9 લુક હતાં. આ 9 લુકમાં લક્ષ્મી અગ્રવાલની આખી લાઇફ દર્શાવવામાં આવી છે. જણાવી દઇએ કે છપાક 10 જાન્યુઆરી 2020ના રોજ રિલિઝ થઇ હતી, જેણે આશરે 28 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે.

Read Also

Related posts

યુવતી સાથે ગુજરાત ભાજપના નેતાનો વીડિયો વાયરલ, ટ્રમ્પની મુલાકાત સમયે કાંડ ચર્ચામાં

Karan

1 એપ્રિલથી બદલાઇ રહ્યાં છે આ 4 મોટા નિયમો, જાણી લો નહીંતર ભરાશો

Bansari

મિત્ર મોદી સાથે જગત જમાદારની મોટેરામાં મહામુલાકાત : નમસ્તે ટ્રમ્પ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!