GSTV
Home » News » દીપિકાએ શેર કર્યો પતિનો ફની મીમ, રણવીરનો ફ્રોક લુક છે જોવા જેવો

દીપિકાએ શેર કર્યો પતિનો ફની મીમ, રણવીરનો ફ્રોક લુક છે જોવા જેવો

બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને સ્ટાઈલિશ એક્ટ્રેસમાંથી એક છે. દીપિકા પોતાના લુકની સાથે મોટા ભાગે એક્સપેરિમેન્ટ કરતી જોવા મળે છે. ઘણી વખત દીપિકાને પોતાના ફેસનના કારણે ટ્રોલ પણ થવાનો વારો આવે છે. તેના ફેશન સેન્સના ઘણી વખત પણ કરવામાં આવે છે.  

દીપિકાએ શેર કર્યું ફની મીમ

હાલમાં જ દીપિકા પાદુકોણે જીયો મામી ફિલ્મ ફેસ્ટિવલ 2019માં પહોંચી હતી. ઈવેન્ટમાં દીપિકા બેબી પિંક અને બ્લેક બોલ ગાઉનમાં ખુબ સ્ટનિંગ લુકમાં દેખાઈ રહી હતી. દીપિકાના આ પ્રિંસેસ લુક પર ફેન્સે ઘણા ફની મીમ્સ બનાવ્યા. તેમાંથી એક ખુબ ક્રિએટિવ મીમ દીપિકાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યું છે.

મીમમાં તમે જોઈ શકો છો કે રણવીર સિંહ બાળકના કેરેક્ટરમાં પોતાના હાથમાં એક કેન્ડી પકડીને ઉભો છે અને તે કેન્ડી દીપિકાની મામી ફેસ્ટિવલમાં પહેરેલા ડ્રેસ દ્વારા બનાવવામાં આવી છે. સાથે જ ખૂણામાં દીપિકાની તસ્વીર છે. દીપિકાએ મીમ શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘રણવીરની ફેવરેટ કેન્ડી’

બોલિવુડના ફેવરેટ કપલ છે દીપિકા રણવીર

તમને જણાવી દઈએ કે દીપિકા અને રણવીર બોલિવુડના સૌથી પોપ્યુલર અને પસંદ કરવામાં આવતા કપલ્સમાંથી એક છે. બન્નેના વચ્ચેનો પ્રેમ, મિત્રતા અને બોન્ડિંગ જોતાની સાથે જ દેખાય છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો ફિલ્મ છપાકમાં તે જોવા મળશે અને રણવીર ફિલ્મ 83માં જોવા મળશે.

Read Also

Related posts

Video: ‘શાહરૂખ ખાન મારી માના પતિ છે…’ આ યુવતીએ જાહેરમાં કર્યો મોટો ધડાકો

Bansari

એનએસયુઆઈએ BRTS બંધનું આપ્યું એલાન, કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઝપાઝપી

Nilesh Jethva

જે બાળકની એક કિડની નહોતી તેને 100 ઉઠક બેઠક કરાવી, બાળકના થયા એવા હાલ…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!