બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેના ફોટા હોય અથવા વીડિયો તેને ચર્ચામાં લઈને આવે છે. પરંતુ તાજેતરમાં દીપિકા પાદુકોણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે કહી રહી છે કે અમે સાથે સારો સમય વિતાવ્યો છે પણ હવે અલગ થવાનો સમય આવી ગયો છે.

તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. દીપિકાએ તેના એકાઉન્ટ પર જે વીડિયો શેર કર્યો છે તેમાં તે હેંડબેંગની વાત કરી રહી છે. તેને પોસ્ટ કરતાં કહ્યું, જલદી આવી રહ્યું છે, તેના આ વીડિયો અને કેપ્શનને જોઈને લાગી રહ્યું છે કે એક્ટ્રેસ તેની સાથે કંઈક ધમાકેદાર લઈને આવી રહી છે.

પરંતુ વીડિયોમાં તેની એક્ટિંગ જોઈને કોઈ પણ એક સમય માટે તો હેરાન થઈ જાય. વીડિયોમાં દીપિકા પીચ ટોપ અને વ્હાઈટ ટ્રાઉઝરમાં જોવા મળી રહી છે.

આ વીડિયો ઉપરાંત તેનો એક ફોટો પણ છવાયેલો છે. તે ફોટામાં પ્રિંટેઝ પીચ ડ્રેસમાં જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરા જલદી ફિલ્મ છપાકમાં જોવા મળશે. તેમાં તે એસિડ એટેકની વિક્ટિમ લક્ષ્મીની ભૂમિકા નીભાવી રહી છે. આ ફિલ્મ ઉપરાંત તે ફિલ્મ 83માં જોવા મળશે. તેમાં રણબીર સાથે કામ કરશે જે લગ્ન પછી બંનેની પહેલી ફિલ્મ હશે.