GSTV
Home » News » સ્કૂલ ડ્રેસમાં દીપિકા પાદુકોણને ઓળખી પણ નહી શકો, ‘છપાક’ના સેટ પરથી લીક થયો વધુ એક વીડિયો

સ્કૂલ ડ્રેસમાં દીપિકા પાદુકોણને ઓળખી પણ નહી શકો, ‘છપાક’ના સેટ પરથી લીક થયો વધુ એક વીડિયો

બોલિવુડ અભિનેત્રી દિપિકા પાદુકોણ હાલમાં દેશની રાજધાની દિલ્લીમાં ફિલ્મ છપાકનું શૂટિંગ કરી રહી છે. આ મુવી એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવનની કહાની પર આધારિત ફિલ્મ છે. મુવીના કિરદાર માટે દિપિકા એસિડ એટેક સર્વાઈવરના જેવી જ દેખાઈ રહી છે.

અત્યાર સુધીમાં છપાક મુવીનાં દિપિકાનાં અલગ અલગ ઘણાં જ લૂક્સ સામે આવ્યા છે. દિપિકાને એસિડ એટેક સર્વાઈવરના ગેટઅપમાં ઓળખવી સરળ નથી.

હાલમાં છપાક મુવીનું શૂટિંગ ગરમીની સિઝનમાં દિલ્લીમાં થવાને કારણે પુરી ટીમને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે દિપિકાએ ખાન-પાનમાં પણ બદલાવ કર્યો છે.

ગરમીની સિઝનમાં હેલ્ધી રહેવા માટે દિપિકાએ સત્તુને પોતાના ડાયટમાં શામેલ કર્યુ છે. સત્તુ ખાવાને કારણે દિપિકા પોતાને હાઈડ્રેટ રાખી શકે છે. છપાક આવતા વર્ષે 10 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.ફિલ્મનું નિર્દેશન મેઘના ગુલઝાર કરી રહ્યા છે.તો છપાક મુવીથી દિપીકા પાદુકોણ ફિલ્મ પ્રોડક્શનમાં પોતાનો હાથ અજમાવ્યો છે.

Read Also

Related posts

ચીને પોતાનું કોમર્શિયલ રોકેટ કર્યું લોન્ચ, આ છે ડ્રેગનની ભવિષ્યની યોજના

Path Shah

અમદાવાદની એલજી હોસ્પિટલમાં બોલી બઘડાટી, મામલો દબાવવા મીડિયાને નો એન્ટ્રી

Nilesh Jethva

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગને મંદીનો માર, જીએસટી પછી પૂરનો પ્રકોપ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!