GSTV
Home » News » ફિલ્મો છોડી દિપિકા હવે રાજકારણમાં ઝંપલાવશે, આ મંત્રી પદ માટે વ્યક્ત કરી ઇચ્છા

ફિલ્મો છોડી દિપિકા હવે રાજકારણમાં ઝંપલાવશે, આ મંત્રી પદ માટે વ્યક્ત કરી ઇચ્છા

દીપિકા પાદુકોણ આજકાલ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇને ચર્ચામાં છે. 20 ફેબ્રુઆરીએ લોકમત મહારાષ્ટ્રીન ઑફ ધ યર 2019નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ અવોર્ડ ફંક્શનમાં દીપિકાએ હાજરી આપી હતી. અવોર્ડ ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. ફંક્શનમાં દીપિકા વ્હાઇટ કલરની સાડી પહેરીને આવી હતી. એક્ટ્રેસને અહીં સન્માનિત કરવામાં આવી. ફંક્શનમાં દીપિકાને અનેક સવાલ કરવામાં આવ્યાં. દીપિકાએ રાજકારણમાં એન્ટ્રી કરવા અંગે પણ ખુલીને વાતચીત કરી.

જ્યારે એક્ટ્રેસને રાજકારણમાં આવવાને લઇને સવાલ કરવામાં આવ્યો તો તેણે જણાવ્યું કે, મને પોલીટિક્સ વિશે વધુ જાણકારી નથી પરંતુ જો મને તક મળશે તો હું સ્વચ્છ ભારતની મિનિસ્ટર બનવા માંગુ છુ. મને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે.

આ સાથે જ તેણે બાળપણનો એક કિસ્સો શેર કર્યો. તેણે કહ્યું કે જ્યારે હું નાની હતી ત્યારે મને રહેવા માટે ઘણા લોકો બોલાવતા હતાં અને મને લાગતું હતું કે હું ફેમસ છું. જો કે પછીથી મને અહેસાસ થયો કે તેઓ મને ફક્ત એટલા માટે બોલાવતા હતાં કારણ કે હું તેમના બેડરૂમ અને કબાટ સાફ કરૂં. હું જ્યારે પણ ઘરે હોઉ છું ત્યારે સફાઇ કરતી રહું છું.

દીપિકાએ જણાવ્યું કે જ્યારે હું ઘરેથી મુંબઇ આવી હતી ત્યારે ફક્ત 18 વર્ષની હતી. આ જે હું જે કંઇ પણ છું તે આ શહેરે મને આપ્યું છે. મુંબઇ મારુ ઘર છે. વીમેન્સ ડેને લઇને દીપિકાને સવાલ કરવામાં આવ્યો તો તેણીએ જણાવ્યું કે પાછલાં વર્ષોમાં ઘણો બદલાવ આવ્યો છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા ડાયરેક્ટર મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં નજરે આવશે. ફિલ્મનું શુટિંગ જલ્દી શરૂ થશે. આ ફિલ્મમાં એક્ટ્રેસ એસિડ સર્વાઇવરના રોલમાં જોવા મળશે. તેની પહેલાં દીપિકા 2018માં આવેલી ફિલ્મ પદ્માવતમાં રાણી પદ્માવતીના કિરદારમાં જોવા મળી હતી. આ ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો.

Read Also

Related posts

દિલ્હીમાં મુસ્લિમ યુવક જય શ્રી રામ ન બોલ્યો તો લાકડી વડે ફટકાર્યો

Mayur

ગુજરાતના આ ત્રણ ગામોમાં થાય છે અનોખા લગ્ન, જાણીને તમે પણ ચોકી જશે

Nilesh Jethva

લોકસભામાં મળેલી હાર બાદ દીદી આવ્યાં એક્શનમાં, લીધો આ મોટો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!