GSTV
Home » News » આખરે કોને મળવા છેક લંડન પહોંચી ગઈ દીપિકા, શૂટિંગના સેટ પર ગઈ અને…

આખરે કોને મળવા છેક લંડન પહોંચી ગઈ દીપિકા, શૂટિંગના સેટ પર ગઈ અને…

શૂજિત સરકારે ડિરેકટ કરેલી પિકુમાં દીપિકા પાદુકોણ અને ઇરફાન ખાનની જોડી સરસ જામી હતી. વિશાલ ભારદ્વાજની પ્રસ્તાવિત સપના દીદીમાં પણ બન્ને સાથે કામ કરવાના હતા. પરંતુ ત્યાં અચાનક ઇરફાન ખાન કેન્સર જેવી ગંભીર બિમારીમાં સપડાયો અને બન્નેની ફિલ્મી સફર થંભી ગઇ. પરંતુ હવે ઇરફાન ખાન લંડનમાં સારવાર કરાવીને કામે ચડી ગયો છે.

તેની અંગ્રેઝી મીડિયમનું શૂટિંગ પણ ઇંગ્લેડમાં ચાલી રહ્યું છે અને રણવીર સિંહની ‘૮૩’નું શૂટિંગ પણ લંડનમાં ચાલુ છે. આ ફિલ્મનો હિસ્સો દીપિકા પણ છે. દીપિકાને ખબર પડી કે એનો પિકુના સહકલાકાર ઇરફાન પણ લંડનમાં છે તો એ તુરંત  ઇરફાન ખાનની ખબર પૂછવા અંગ્રેઝી મીડિયમના સેટ પર પહોંચી ગઇ.

ઉલ્લેખનીય છે કે બન્ને કલાકારોએ સપના દીદીની સાઇનિંગ અમાઉન્ટ પણ પરત કરી દીધી છે. પણ રી-યુનિયન કરવાની તક બન્ને ચૂકતા નથી. દીપિકાએ રણવીરની તબિયતના ખબર પૂછ્યા અને શુભકામનાઓ આપી.

Read Also

Related posts

બિહારમાં જળ પ્રલય બાદ જે તસવીરો સામે આવી તે પાષાણ હ્રદયના માનવીને પણ રોવડાવી દેશે

Arohi

જો આ દેશનો ખેલાડી ગ્રાઉન્ડ પર રમતો હોય તો ટિકિટના ભાવ ડબલ થઈ જતા હતા

Mayur

પૈસાની અચાનક જરૂર પડે તો Personal Loanની જગ્યાએ આ લોન લો, થશે આટલો બધો ફાયદો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!