GSTV
Home » News » વિસર્જન પહેલા ખુલ્લા પગે લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચી દીપિકા, જુઓ તસ્વીરો

વિસર્જન પહેલા ખુલ્લા પગે લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચી દીપિકા, જુઓ તસ્વીરો

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે બુધવારે મુંબઈમાં ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા લાલબાગના રાજાના દરબારમાં પહોંચી. લાલબાગના રાજાના દરબારમાં રોજ કોઈને કોઈ સેલેબ્સ આવતા રહે છે.

દીપિકા પાદુકોણે ત્યાં વગર ચપ્પલે પહોંચી અને ગણપતિ બાપ્પા પાસે આશીર્વાદ માંગ્યા. દીપિકાની આ તસ્વીર તેમના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.

ટ્રેડિશનલ અવતારમાં હંમેશા જ દીપિકા લોકોનું દિલ જીતી લે છે. અહીં દીપિકા સિલ્કની સાડી પહેરીને આવી હતી.

દીપિકાની સાડી હેવી ગોલ્ડન બોર્ડર વાળી હતી, જેની સાથે તેણે વાળમાં ટાઈટ બન વાળ્યો હતો અને હેવી ઈયરરિંગ્સની સાથે પોતાના લુકને કંપ્લીટ કર્યો.

દીપિકા જ્યારે ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે પહોંચી તો ત્યાં ભારે ભીડ હતી.

જ્યારે દીપિકા ત્યાંથી નિકળી તો લોકો સેલ્ફી લેતા જોવા મળી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે આજે ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ છે. આજે અનંત ચતુર્દશીનો દિવસ છે અને આજના જ દિવસે ગણપતિ વિસર્જનની પરંપરા છે. ફિલ્મોની વાત કરવામાં આવે તો દીપિકા પાદુકોણ ટુંક સમયમાં જ ફિલ્મ છપાકમાં જોવા મળશે.

છપાક ઉપરાંત દીપિકા ફિલ્મ 83માં પણ કપિલ દેવની પત્નીની ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં કપિલ દેવની ભુમિકા રણવીર સિંહ નિભાવી રહ્યો છે. દીપિકા થોડા દિવસો પહેલા જ લંડનમાં પતિ રણવીરની સાથે 83ની શૂટિંગ કરી રહી હતી.

Read Also

Related posts

ઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા

Mayur

‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં

Bansari

વિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!