GSTV
Home » News » 80 વર્ષના થવા પર રણવીર અને દીપિકા દેખાશે કંઈક આ રીતે, ફેનક્લબ પર ફોટો થયો વાયરલ

80 વર્ષના થવા પર રણવીર અને દીપિકા દેખાશે કંઈક આ રીતે, ફેનક્લબ પર ફોટો થયો વાયરલ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડના ટ્રેડિંગ કપલ માનવામાં આવે છે. ગયા વર્ષે બંને લગ્નના બંધનમાં સોશિયલ મીડિયા પર બંનેના ઘણા ફેનફોલોઈંગ છે. તેના નામથી ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર અને ફેસબુક પર ઘણા ફેનપેજ બનેલા છે.

અત્યારે રણવીર અને દીપિકાના ફેનક્લબ પર કપલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જણાવ્યું છે કે કપલ 80 વર્ષનું થશે ત્યારે કેવા લાગશે. આ ફોટો કોઈ ફેને એજ ઓલ્ડ ફિલ્ટરનો ઉપયોગ કરીને બનાવ્યો છે. જે ફોટા પર એક્સરિમેન્ટ કર્યો છે, તે દિપીકા અને રણવીરના રિસેપ્શન પાર્ટીનો છે. ફોટોમાં તેમના ચહેરા પર કરચલી દેખાઈ રહી છે.

રણવીરની દાઢી અને વાળ સફેદ થઈ ગયા છે. દીપિકા ત્યારે પણ ગોર્જિયસ દેખાઈ રહી છે. એ કહેવું ખોટુ નહીં હોય કે આ કપલ વૃદ્ધ થશે ત્યારે પણ સ્ટાઈલિશ દેખાશે. તેમના વર્કની વાત કરીએ તો દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્ન પછી તેમના પ્રોફેશનલ કમિટમેન્ટ્સથી જોડાયેલા છે, આ વર્ષ રણવીર સિંહની ગલી બોય રિલીઝ થઈ હતી.

મૂવીએ બોક્સઓફિસ પર સારો બિઝનેસ કર્યો છે. અત્યારે તે ફિલ્મ 83ની શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવનો રોલ કરી રહ્યો છે. દીપિકા છપાક ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. છપાકનું નિર્દેશન મેઘના ગુલઝારે કર્યું છે. એ ઉપરાંત પણ 83માં કપિલ દેવની પત્નીનો રોલ કરશે.

Read Also

Related posts

બોલ્ડ અવતારમાં નજરે પડી સોનૂ કે ટીટૂ કી સ્વીટી, જીત્યો મોસ્ટ સ્ટાઈલિશનો એવોર્ડ

pratik shah

1 ડિસેમ્બરથી વાહનો પર આ વસ્તુ નહીં હોય તો લાગશે દંડ, સરકાર લાગુ કરવાની છે આ નિયમ

Dharika Jansari

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!