બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટે તેમની દિવાળીની ઝલક સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે શેર કરી છે. બંનેએ પોસ્ટ કરેલી તસવીરોમાં રણબીર કપૂર અને રણવીર સિંહ પણ જોવા મળી રહ્યા છે. દિવાળી માટે આ બંને કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

બોલિવૂડ સ્ટાર્સની દિવાળી સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો આવતા જ રહે છે. તમામ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને ફેન્સને અભિનંદન આપી રહ્યા છે. હવે આલિયા ભટ્ટે કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં રણબીર કપૂર પણ જોવા મળી રહ્યો છે.

આલિયા ભટ્ટ રેડ આઉટફિટમાં જોવા મળી રહી છે જ્યારે રણબીર બ્લેક કુર્તામાં જોવા મળી રહ્યો છે. પ્રથમ તસવીરમાં રણબીર તેની પત્નીને કિસ કરતો જોવા મળી રહ્યો છે. બીજા ફોટોમાં બંને સાથે બેઠા છે અને કેમેરા માટે પોઝ આપી રહ્યા છે.

આલિયાએ વધુ એક તસવીર શેર કરી છે, જેમાં તેની સાથે શાહીન ભટ્ટ પણ જોવા મળી રહી છે. બંને બહેનો સ્માઈલ કરતી અને સુંદર અંદાજમાં સાથે પોઝ આપી રહી છે.

દીપિક-રણવીરની તસવીરો પણ સામે આવી છે. દીપિકાએ આ દિવાળીમાં લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે અને રણવીર કુર્તા ઉપર પ્રિન્ટેડ સદરી પહેરેલો જોવા મળે છે. દીપિકા તેના પતિના ગાલ પર કિસ કરતી જોવા મળી રહી છે

જણાવી દઈએ કે, દિવાળીના ખાસ અવસર પર દીપિકા-રણવીરે પોતાના ઘરે પૂજા પણ કરી હતી, જેની ઝલક પણ ફોટોમાં જોઈ શકાય છે. બંને પૂજા માટે બેઠેલા જોવા મળે છે.
GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/K2PGXCtwT948Im49fwbfsd
GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1
READ ALSO
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની
- સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…
- 2023માં પ્રથમ છ મહિનામાં જ 42,000 લોકોએ કેનેડા છોડ્યું, જાણો શું છે કારણ