GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

લગ્નના બે મહિનામાં દિપિકા થઇ ગઇ પ્રેગનેન્ટ? રણવીર પણ કહી ચુક્યો છે 6 મહિનામાં જ….

બોલીવુડના એનર્જેટિક એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલીવુડના સૌથી ખૂબસુરત કપલ્સમાંથી એક છે. બંનેએ 6 વર્ષની રિલેશનશીપ બાદ લગ્નના બંધનમાં બંધાવાનો નિર્ણય લીધો. બંનેએ 14-15 નવેમ્બરના રોજ સાત ફેરા લીધાં. લગ્ન બાદ આ હૉટ કપલ પોતાના લગ્નની તસવીરો કે આઉટફિટના કારણે સતત ચર્ચામાં રહ્યું છે.

બંનેના લગ્નને આશરે બે મહિના થવા આવ્યાં છે. તેવામાં દીપિકાની પ્રેગનેન્સીને લઇને ખૂબ વાતો થઇ રહી છે. સોશિયલ મીડિયા પર ફરતી કેટલીક ખબરો અનુસાર દીપિકા પ્રેગનેન્ટ છે. તેવામાં પોતાની પ્રેગનેન્સીની ખબરોને લઇને દીપિકાએ પણ મૌન તોડ્યુ છે. દિપ્કાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે મહિલાઓની ગર્ભાવસ્થાને લઇને ફેલાયેલી રૂઢીવાદી પરંપરાઓ પર વાત કરવી જોઇએ.

દીપિકાનું કહેવું છે કે મારે આવી અફવાઓનો અંત લાવવાની જરૂર છે. અમે સતત લોકોની નજરોમાં છીએ તેથી અમારે આ અફવાઓને રોકવી જોઇએ. દીપિકાએ કહ્યું કે, લોકો પોતે પણ કંઇ સમજ્યા-વિચાર્યા વિના અનુમાન લગાવી લે છે. ક્યારેક આ અનુમાન સાચા પણ સાબિત થાય છે. પરંતુ ઘણીવાર આ અનુમાન સંપૂર્ણ રીતે ખોટા સાબિત થાય છે.

દિપિકાએ આગળ જણાવ્યું કે, આપણે એક એવી દુનિયા સાથે જોડાયેલા છીએ જ્યાં આવી વાતો થવી સામાન્ય છે. તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર નથી. જ્યારે મારી સાથે આવું થવાનું હશે…ત્યારે થઇ જશે. લગ્ન બાદ માતા બનવાની જવાબદારી આપણા સમાજમાં વધી રહી છે. મે આવું ઘણી મહિલાઓ પાસેથી સાંભળ્યું છે.

જણાવી દઇએ કે દીપિકા અને રણવીર લગ્નના આશરે દોઢ મહિના બાદ હનીમૂન પરથી પરત ફર્યા છે. હનીમૂન પરથી પરત ફરતી ખતે મુંબઇ એરપોર્ટ પર આ કપલ સ્પોટ થયું હતું. તેવામાં હવે બંને પોતાના અપકમિંગ પ્રોજેક્ટ્સમાં બીઝી થઇ ગયાં છે.

જણાવી દઇએ કે સિમ્બાના પ્રમોશન દરમિયાન એક મહિલા પત્રકારે રણવીરને પૂછ્યું, તમે તાજેતરમાં જ કહ્યું હતું કે દીપિકા 6 મહિનામાં મારા બાળકોની માતા બનશે. તેની પાછળનો અર્થ શું હતો? આ સવાલના જવાબમા રણવીરે કહ્યું કે, હું તેને વર્ષ 2012માં મળ્યો હતો અને હું જાણતો હતો કે આગામી 6 મહિનામાં તે મારા બાળકોની મા બનવાની છે. રમવીરની આ વાત પર રોહિત પણ તેની મજા લેતા જોવા મળ્યો. આ વાત સાંભળીને સારા પણ હસવા લાગી. રણવીરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Read Also

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!