GSTV
Home » News » લગ્ન પછી એક્સ બોયફ્રેન્ડ સાથે ડાયરેક્ટરના ઘર બહાર સ્પોટ થઈ દીપિકા…

લગ્ન પછી એક્સ બોયફ્રેન્ડ સાથે ડાયરેક્ટરના ઘર બહાર સ્પોટ થઈ દીપિકા…

દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની ભલે રિયલ લાઈફમાં તે બંનેની જોડી જામી ન શકી પરંતુ રીલ લાઈફમાં જોડી ચર્ચાનો વિષય બની છે. તેની સાથે જ બંનેના ઈશ્કની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. જેટલી ચર્ચા બંનેના ઈશ્કની થતી હતી તેટલી જ ચર્ચા તેના બ્રેકઅપની પણ રહી છે.

દીપિકાએ રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા તો રણબીરનું નામ આલિયા સાથે જોડાવા લાગ્યું હતું. તે સાથે જ બંને સ્ટાર્સ લવ રંજનના ઘરની બહાર સ્પોર્ટ થયા હતા. લવ રંજનના ઘરની બહાર દીપિકા અને રણબીર એક સાથે જોવા મળ્યા હતા. આ બંને એક સાથે જોવા મળ્યા તો નવા પ્રોજેક્ટની ચર્ચા થવા લાગી.

કહેવાય છે કે બંને લવ રંજનના આવનારા પ્રોજેક્ટમાં એક સાથે કામ કરી શકે છે. આ બંને ઉપરાંત ફિલ્મમાં અજય દેવગન પણ હોઈ શકે છે. જાણકારી મળી છે કે આ ફિલ્મ વર્ષના અંત સુધીમાં ફ્લોર પર આવી શકે છે. સામે આવેલી તસવીરોમાં આ બંને કારમાં બેસીને જતાં જોવા મળ્યા હતા.

બંને અલગ-અલગ કારમાં આવ્યા હતા. તસવીરોમાં બંને કારમાં બેસીને ફેન્સને વેવ કરતાં જોવા મળ્યા હતા. દીપિકાએ બ્લેક કલરની ટી-શર્ટ પહેરી હતી ત્યારે રણબીર વ્હાઈટ શર્ટની સાથે ડેનીમ જિન્સ પહેર્યું હતું. દીપિકા અને રણબીરે અત્યાર સુધી ત્રણ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

પહેલી ફિલ્મ બચના એ હસીનો, બીજી 2013માં યે જવાની હૈ દિવાની, અને ત્રીજી 2015માં તમાશા. આ ત્રણે ફિલ્મો હિટ રહી છે. આ ત્રણે ફિલ્મોમાં બંનેની એક્ટિંગના વખાણ થયા હતા. દીપિકાએ તાજેતરમાં જ છપાક ફિલ્મની શૂટિંગ પૂરું કર્યું છે ત્યારે રણવીર જલદી જ આલિયા ભટ્ટ સાથે બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળશે. થોડા દિવસ પહેલા રણબીર અને આલિયા આ ફિલ્મના શૂટિંગ માટે વારાણસી પણ ગયા હતા. જ્યાંથી આ બંનેના શૂટિંગના ફોટા સામે આવ્યા હતા.

Read Also

Related posts

શાસક પક્ષનો ભ્રષ્ટાચાર નાથવાનો દાવો પોકળ, સરકારની શાખને લાગ્યો બટ્ટો

Path Shah

વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ: પ્રણીતે સેમીફાઈનલમાં પહોંચી રચ્યો ઈતિહાસ

Path Shah

Google Photos નો ઉપયોગ કરો છો, તો તમારા માટે છે મોટી ખુશખબર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!