જી હાં પ્રિયંકા અને દીપિકા વેડિંગ ડ્રેસ આ ડિઝાઈનર કરશે તૈયાર, ડિઝાઈનર મનીષ મલ્હોત્રા નથી

બોલિવૂડ માટે વર્ષ 2018 લગ્નની મોસમ લઈને આવ્યું હતું. ચાલુ વર્ષે અનુષ્કા-વિરાટ, સોનમ-આનંદે લગ્ન કર્યા અને હવે વર્ષના અંતે દીપિકા-રણવીર અને પ્રિયંકા ચોપડા-નિક જોનાસ લગ્ન કરવા જઈ રહ્યા છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરના રોજ લગ્ન કરવાના છે જ્યારે ડિસેમ્બરમાં પ્રિયંકા લગ્ન કરશે. જો કે હાલ તેમણે પોતાના લગ્નની તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ બંનેએ પોતાના વેડિંગ ડ્રેસ ડિઝાઈન કરવાનું કામ સોંપી દીધું છે.

આશ્ચર્યની વાત એ છે કે આ બંને અભિનેત્રી એક જ ડિઝાઈનર પાસે ડ્રેસ ડિઝાઈન કરાવી રહી છે. પરંતુ આ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા નથી, જી હાં પ્રિયંકા અને દીપિકા પોતાના ડ્રેસ સબ્યાસાચી પાસે તૈયાર કરાવી રહી છે. બંને પર દબાણ પણ છે કે તે અભિનેત્રીઓ માટે બેસ્ટ ડિઝાઈના બ્રાઈડલ વેર તૈયાર કરે.

દીપિકા પાદુકોણ લગ્નમાં સબ્યાસાચીના તૈયાર કરેલા ડ્રેસ પહેરશે જ્યારે અન્ય ફંકશનમાં તે અનામિકા ખન્ના, અબૂ જાની, સંદીપ ખોસલા જેવા ડિઝાઈનરના ડ્રેસ પહેરશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter