GSTV
Home » News » શું ખરેખર પ્રેગનેન્ટ છે દીપિકા પાદુકોણ? આ તસવીરમાં સ્પષ્ટ નજરે પડ્યુ બેબી બંપ

શું ખરેખર પ્રેગનેન્ટ છે દીપિકા પાદુકોણ? આ તસવીરમાં સ્પષ્ટ નજરે પડ્યુ બેબી બંપ

deepika padukone

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા મેટ ગાલા 2019માં ઘણા અનોખા અંદાજમાં નજરે આવી. દીપિકા પાદુકોણની જ્યાં તેના બાર્બી લુક માટે પ્રશંસા થઇ ત્યાં પ્રિયંકા ચોપરાને તેના વિચિત્ર લુક માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી.

સોશિયલ મીડિયા યુઝર્સે પ્રિયંકા ચોપરાની હેર સ્ટાઇલની તુલના વીરપ્પનની મુંછો સાથે કરી દીધી. દીપિકા પોતાના લુક માટે ટ્રોલ તો ન થઇ પરંતુ મેટ ગાલાની એક આફ્ટર પાર્ટીની તસવીરના કારણે તે જરૂરથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે.

આ તસવીર પ્રિયંકા ચોપરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરમાં દીપિકા યલો કલરના ડ્રેસમાં નજરે આવી રહી છે.

તસવીરમાં દીપિકા પાદુકોણનું પેટ બહારની તરફ ઉપસેલું દેખાઇ રહ્યું છે. યુઝર્સે તેને દીપિકાનું બેબી બંપ ગણાવતાં કહ્યું કે તે પ્રેગનેન્ટ છે.

એક-બે યુઝર્સે દીપિકાની પ્રેગનેન્સીને લઇને કમેન્ટ શું કરી તે પછી તો જાણે કમેન્ટ બૉક્સમાં તેની પ્રેગનેન્સીની ચર્ચાઓ થવા લાગી છે.

ન્યુયોર્કમાં આયોજિત મેટ ગાલા 2019માં હાજરી આપવા માટે દુનિયાભરના સેલેબ્રિટી પહોંચ્યા. પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણની એન્ટ્રી ઘણી ખાસ રહી.

પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે નજરે આવી. જો દીપિકા આ દરમિયાન એકલી જ પહોંચી હતી. દીપિકાની સ્ટાઇલીસ્ટે સોશિયલ મીડિયા પર તેની તસવીર શેર કરી છે.

આ ક્રમમાં દીપિકાના પતિ રણવીર સિંહે પણ કમેન્ટ કરી છે. તેણે કમેન્ટમાં લખ્યું ‘લવ ઇટ, સ્મેશિંગ.’

Read Also

Related posts

PMC કોભાંડ : RBI પ્રતિબંધ મૂકે તે પહેલાં જ અધિકારીઓએ 70 કરોડ ઉપાડી લીધા

Mayur

કપડા શું ઉતાર્યા મળવા લાગી ઢગલાબંધ એડલ્ટ ફિલ્મની ઑફર, આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Bansari

‘રેપથી બચવા મહિલાઓ કોન્ડમ સાથે રાખે અને સહયોગ આપે’ ડિરેક્ટરનું વિવાદાસ્પદ નિવેદન, આ એક્ટ્રેસે ઝાટકી નાંખ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!