GSTV
Home » News » થઇ ગયું કન્ફર્મ! રિલ લાઇફમાં પણ દીપિકા બનશે રણવીરની પત્ની

થઇ ગયું કન્ફર્મ! રિલ લાઇફમાં પણ દીપિકા બનશે રણવીરની પત્ની

રણવીર સિંહની ફિલ્મ ૮૩માં દીપિકા પદુકોણ કામ કરવાની છે, તેવી ચર્ચા કેટલાય સમયથી બોલીવૂડ તેમજ મીડિયામાં હતી. પરંતુ આ વાતમાં સત્ય કેટલું છે તે કોઇ જણાવી શકતા નહોતા. પરંતુ હવે મળેલી બાતમી મુજબ આ ફિલ્મમાં દીપિકા ખરેખર કામ કરવાની છે. ફિલ્મ ૮૩માં દીપિકાની એન્ટ્રી થઇ ગઇ છે.

ફિલ્મસર્જકે દીપિકાને આ રોલ માટે મનાવી લીધી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, દીપિકા પદુકોણને આ ફિલ્મમાં સહ-નિર્માતા તરીકેની ક્રેડિટ પણ આપવામાં આવશે. આ પરથી સ્પષ્ટ થાય છે કે દીપિકાના બેનર હેઠળ ૨૦૨૦માં  છપાક અને ૮૩ જેવી ફિલ્મો રિલીઝ થશે. ફિલ્મ ૮૩માં દીપિકાનુું પાત્ર કપિલ દેવની પત્ની રૂમીનું હશે.

રૂમીએ એ સમયે એક ઇન્ટરવ્યુમાં  જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટરો  ચોક્કા મારતા હતા ત્યારે મને હોટલની રૂમમાં જઇને રડવાનું મન થતું હતું. ફિલ્મસર્જકને આશા છે કે, દીપિકા રૂમીના પાત્રને રૂપેરી પડદે સુંદર અને રસપ્રદ રીતે ન્યાય આપશે.

દીપિકા પોતાની ફિલ્મ છપાકના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તે ફિલ્મ ૮૩માં કામ કરવા રાજી થતી નહોતી. પરંતુ હવે તેની ફિલ્મનું શૂટિંગ પુરું થઇ ગયું હોવાથી તેણે પતિ રણવીર સિંહની સાથે ફિલ્મ ૮૩માં કામ કરવાની તૈયારી દર્શાવી છે.

Read Also

Related posts

સરકારે નળ સરોવરના રક્ષણ માટે એક્શન પ્લાન ઘડ્યો, 11 ઉચ્ચ અધિકારીઓને બનાવ્યા ટાસ્કફોર્સના સભ્ય

Mayur

જ્યારથી પદ સંભાળ્યું છે ભગવાનને પૂછુ છું- મને CM કેમ બનાવ્યો?

Bansari

અફઘાનિસ્તાનથી આવેલું 600 કરોડનું હેરોઈન જપ્ત, લક્ઝરી કારથી થવાનું હતુ સપ્લાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!