GSTV
Home » News » દીપિકાએ કર્યો મોટો ખુલાસો, આ કારણે મુંબઇ રિસેપ્શનમાં ગાયબ રહ્યો એક્સ-બૉયફ્રેન્ડ રણબીર કપૂર

દીપિકાએ કર્યો મોટો ખુલાસો, આ કારણે મુંબઇ રિસેપ્શનમાં ગાયબ રહ્યો એક્સ-બૉયફ્રેન્ડ રણબીર કપૂર

દીપિકા પાદુકોણે ઇટલીમાં લગ્ન કર્યા બાદ 1 ડિસેમ્બરે મુંબઇમાં ફિલ્મી સ્ટાર્સ માટે રિસેપ્શન પાર્ટી આપી હતી. તેમાં અનેક જાણીતી હસ્તિઓ સામેલ થઇ હતી. પરંતુ દીપિકાના એક્સ-બૉયફ્રેન્ડ રણબીર કપૂરની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. બ્રેકઅપ બાદ પણ તેઓ સારા મિત્રે છે. તેથી સૌકોઇના મનમાં તે સવાલ છે કે શા માટે રણબીર રિસેપ્શનમાં સામેલ ન થયો.

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં દીપિકાએ રણબીરની રિસેપ્શનમાં ગેરહાજરીનું કારણ જણાવ્યું કે, અમે અત્યાર સુધી વાત નથી કરી. મારો અર્થ છે કે રિસેપ્શન પહેલાં અમારી વાત થઇ હતી પરંતુ પાર્ટી બાદથી અમારી વાત નથી થઇ. પરંતુ તે રણબીર છે. તે ન આવ્યો તેનાથી હું સરપ્રાઇઝ નથી.

દીપિકાએ જણાવ્યું કે, અમારા વચ્ચે આવા જ રિલેશન છે અને તે જ રિલેશનની ખૂબસુરતી છે. જ્યાં કંઇપણ કહ્યાં વિના ઘણું બધુ કહેવામાં આવે છે. જણાવી દઇએ કે દીપિકા-રણવીરના રિસેપ્શનમાં રણબીર કપૂર ઉપરાંત આલિયા ભટ્ટ પણ સામેલ થઇ ન હતી. સૂત્રોએ જણાવ્યા અનુસાર તે બંને રિસેપ્શના દિવસે બ્રહ્માસ્ત્રનું શુટિંગ કરી રહ્યા હતા. જણાવી દઇએ કે આજકાલ રણબીર કપૂર આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે.

જણાવી દઇએ કે મુંબઇમાં રવિવારે સ્ટાર સ્ક્રીન અવોર્ડઝનું આયોજન કરવામાં આવ્યું. ન્યૂલીવેડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ કલર કોર્ડીનેડેટ આઉટફિટમાં નજરે પડ્યાં. બંનેનો લુક ચર્ચામાં રહ્યો. રણવીર સિંહને પદ્માવત માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો. પતિ રણવીરની આ ઉપલબ્ધિએ દીપિકાને ભાવુક કરી દીધી. રણવીરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે જેમાં દીપિકાની આંખોમાં આંસુ છે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે Proud Wifey.

સ્ટેજ પર અવોર્ડ લેતી વખતે રણવીરે ખાસ સ્પીચ આપી. તેણે કહ્યું કે, ફિલ્મમાં તો મને રાણી ન મળી પરંતુ અસલ જીંદગીમાં મને મારી રાણી મળી ચુકી છે. રણવીરે દીપિકાને કહ્યું-બેબી આઇ લવ યુ. પાછલા 6 વર્ષમાં મે કંઇ પણ હાંસેલ કર્યુ છે કારણ કે તે મને જમીન સાથે જોડેલો રાખ્યો છે. સેંટર્ડ રાખ્યો છે. આ બધા માટે તારો આભાર.

પતિની આ સ્પેશિયલ સ્પીચ સાંભળીને દિપિકા ઇમોશનલ થઇ ગઇ અને તેની આંખો છલકાઈ આવી. રણવીરે દિપિકા ઇપરાંત પોતાના માતા-પિતા અને બહેનનો પણ આભાર વ્યક્ત કર્યો. એક્ટરે બેસ્ટ એક્ટરનો અવોર્ડ પોતાની દાદીને સમર્પિત કર્યો. જણાવી દઇએ કે તાજેતરમાં જ રણવીરની દાદીનું નિધન થયું છે. રણવીર બ્લેક પ્રિન્ટેડ સૂટમાં બેન્ડસમ લાગી રહ્યો હતો. દીપિકાએ અનામિકા ખન્નાનો ડિઝાઇનર ડ્રેસ પહેર્યો હતો. જેને તેણે પર્લ જ્વેલરી સાથે સ્ટાઇલ કર્યો હતો. ન્યૂલીવેડ કપલે એકબીજાનો હાથ પકડીને ઇવેન્ટમાં એન્ટ્રી કરી. આ દરમિયાન બંનેની કેમેસ્ટ્રી જોવા લાયક હતી. લગ્ન બાદ રણવીર-દિપિકાનું આ પહેલું અવોર્ડ ફંક્શન હતું.

Read Also

Related posts

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!