GSTV
Home » News » દીપિકાના ફેન્સ થઇ જાઓ તૈયાર, લગ્ન બાદ આ દમદાર પ્રોજેક્ટથી કરી રહી છે વાપસી

દીપિકાના ફેન્સ થઇ જાઓ તૈયાર, લગ્ન બાદ આ દમદાર પ્રોજેક્ટથી કરી રહી છે વાપસી

દીપિકા પાદુકોણ નવેમ્બરમાં રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધાં છે. બંને ઘણાં વર્ષોથી રિલેશનશીપમાં હતી. હવે લગ્ન બાદ બંને પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા છે. લગ્ન બાદ રણવીર, રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ સિંબાના પ્રમોશનમાં વ્યસ્ત છે જ્યારે દીપિકા પણ પોતાની આગામી ફિલ્મની પુષ્ટિ કરી ચુકી છે.

દીપિકાએ ટ્વિટર પર જણાવ્યું કે, તે વિક્રાંત મેસી સાથે મેઘના ગુલઝારના ડાયરેક્શનમાં ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝની ફિલ્મ ‘છપાક’ કરી રહી છે.

રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ એસિડ એટેક સરવાઇવર લક્ષ્મી અગ્રવાલની સ્ટી પર આધારિત છે. દીપિકાએ ટ્વિટર પર લખ્યું કે, આ એક ડ્રામા અને વિજયની કહાની છે. આ સાથે જ ફિલ્મમાં ક્યારેય ખતમ ન થનારી માનવતા પણ છે.

ફિલ્મના ટાઇટલની વાત કરીએ તો મેઘના ગુલઝારને પોતાના પિતા ગુલઝાર પાસેથી આ ફિલ્મનું ટાઇટલ મળ્યુ. આ એક યુનિક નામ છે અને આવું નામ કોઇપણ ફિલ્મ માટે પહેલીવાર ઉપયોગમાં લેવામાં આવ્યું છે.

ગુલઝાનના કરિયરની અંતિમ નિર્દેશિત ફિલ્મ ‘હૂ તૂ તૂ’ના એક ગીતનો પણ તેમાં ઉલ્લેખ હતો. ગીત હતુ ‘છઇ છપા છઇ’. આ ગીતને લતા મંગેશકરે સ્વરબદ્ધ કર્યુ હતુ.

જણાવી દઇ કે છપાક ઉપરાંત દીપિકા, વિશાલ ભારદ્વાજના એક પ્રોજેક્ટનો પણ હિસો છે. ફિલ્મમાં તેની ઓપોઝીટ ઇરફાન ખાન છે. ઇરફાન હાલ બીમાર છે અને ઇલાજ માટે વિદેશમાં છે., આ કારણે ફિલ્મનું શુટિંગ અટકી પડ્યુ છે. સાથે જ દીપિકા અને વિશાલની તે ઇચ્છા છે કે ઇરફાન વિના આ ફિલ્મ શુટ કરવામાં નહી આવે.

રણવીરની વાત કરીએ તો 28 ડિસેમ્બરે તેની ફિલ્મ સિમ્બા રિલિઝ થશે. ફિલ્મમાં તેની ઓપોઝીટ સારા અલી ખાન છે. હાલ આ બંને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

Read Also

Related posts

બ્રેક્ઝિટમાં ફસાયેલા બ્રિટનનાં પ્રધાનમંત્રી થેરેસા પદ છોડવા માટે તૈયાર, 7 જૂને આપશે રાજીનામું

Mansi Patel

જમ્મુ-કાશ્મીરમાં 3 સીટો પર BJPનો કબજો, ફારુખ અબ્દુલ્લાએ પાર્ટી કાર્યકર્તાઓ સાથે કરી જીતની ઉજવણી

Bansari

અમદાવાદ: જુની અદાવતમાં યુવકની હત્યા, રામોલ પોલીસે 8ની કરી ધરપકડ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!