GSTV

પુછપરછ સમયે હાથ જોડીને ઉભા રહી ગયા NCBના ઓફિસર, જાણો એવું તો શું કર્યુ દીપિકાએ?

NCB

Last Updated on September 27, 2020 by Arohi

શનિવારનો દિવસ બોલિવુડની ત્રણ અભિનેત્રીઓ માટે ખૂબ ભારે રહ્યો છે. એક તરખ એનસીબીએ (NCB) એક્શન મોડમાં દીપિકા-સારા-શ્રદ્ધા સાથે પુછપરછ કરી ત્યાં જ બીજી તરફ દીપિકા-સારા અને રાકુલના મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ વચ્ચે હવે બીજી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખબરો અનુસાર પુછપરછ વખતે દીપિકા પાદુકોણ ત્રણ વખત રોઈ પડી હતી. એક્ટ્રેસન આંખોમાં આંશુ આવી ગયા હતા.

NCB

એનસીબી ઓફીસરોએ જોડ્યા દીપિકાની સામે હાથ

જે જાણકારી મળી છે તે અનુસાર જ્યારે એનસીબી દીપિકાને સવાલ જવાબ કરી રહ્યું હતું ત્યારે દીપિકા ત્રણ વખત બ્રેક ડાઉન થઈ ગઈ હતી. તે રોવા લાગી હતી. હવે આ જોઈને એનસીબી ઓફિસરોએ તેને ઈમોશનલ કાર્ડ ન રમવાની સલાહ આપી. તેમણે બન્ને હાથ જોડીને એનસીબી ઓફીસરોને દીપિકાને રોવાની જગ્યાએ સચ્ચાઈ જણાવવા કહ્યું. દીપિકાને જણાવવામાં આવ્યું કે તે બધુ જ સાચુ જણાવશે તો આ તેમના માટે જ સારુ છે.

NCB

દીપિકાનો મોબાઈલ જપ્ત

એનસીબીએ દીપિકાનો મોબાઈલ પણ જપ્ત કરી લીધો છે માટે હવે એનસીબી આ દીશામાં આગળ વધશે. જણાવવામાં આવી રહ્યું છે કે તેના ફોનની તપાસ કરીને એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે કે તેનું ડ્રગ્સ પેડલર સાથે કોઈ કનેક્શન હતું કે નહીં. પુછપરછ સમયે દીપિકાએ ડ્રગ્સ લેવા અંગે ઈનકાર કર્યો છે. તેણે ડ્રગ્સ સપ્લાય વાળી વાતને પણ ફગાવી દીધી છે. એવામાં હવે તેના મોબાઈલ દ્વારા કોઈ સુરાગ કાઢવાની કવાયત હાથ ધરાશે. તેજ આધાર પર એ પણ નિર્ણય કરવામાં આવશે કે દીપિકા વિરૂદ્ધ શું કાર્યવાહી થવી જોઈએ.

NCB

દીપિકાની મોટી કબુલાત

મહત્વનું છે કે સાડા પાંચ કલાકની પુછપરછમાં દીપિકાને સુશાંત સિંહ રાજપૂત અથવા તો રિયા સાથે જોડાયેલા કોઈ પણ સવાલ નથી પુછવામાં આવ્યા. એનસીબીનો બધો જ ફોકસ દીપિકાની કરિશ્મા સાથેની પોતાની ચેટ પર હતો જેમાં તે ડ્રગ્સને લઈને વાત કરી રહી હતી. જોકે તે ચેટને લઈને દીપિકાએ પણ મોટી કબુલાત કરી છે. તેણે માન્યુ છે કે જે ચેટમાં ડ્રગ્સની વાત થઈ રહી છે તે પણ તેનો એક ભાગ છે. એનસીબી આગળની તપાસ એ વાત પરથી કરશે અને તેમની એસઆઈટી ટીમ સોમવારે દિલ્હી જવા માટે રવાના થશે અને દરેક વાતની અપડેટ આપશે.

Read Also

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

EPFO: મોદી સરકાર આ સપ્તાહે સાડા 6 કરોડ લોકો માટે લાવી શકે છે ખુશખબર, ઘરે બેઠા કરી શકશો એકાઉન્ટ ચેક

Pritesh Mehta

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!