GSTV

ડ્રગ્સ કેસ: શું છે NDPS એક્ટ? ડ્રગ્સ કનેક્શનમાં ફસાઇ તો દીપિકાથી લઇને સારા સુધી જાણો એક્ટ્રેસીસ વિરુદ્ધ થઇ શકે છે શું કાર્યવાહી

દીપિકા

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ડ્રગ્સ એંગલમાં તેમની તપાસના ક્ષેત્રને વિસ્તૃત કરતા સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રિત સિંહ સહિત બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણને પણ સમન્સ જારી કર્યું છે. શુક્રવારે દીપિકા અને શનિવારે સારા અલી ખાન ઉપરાંત શ્રદ્ધા કપૂરની પૂછપરછ થશે.એ જાણવું રસપ્રદ બની રહેશે કે ડ્રગ્સ કનેક્શનમાં દીપિકાનું નામ આવ્યા બાદ શું કાર્યવાહી થઈ શકે છે અને NDPS એક્ટ 1985 હેઠળ ડ્રગ્સ ખરીદવા બદલ સજાની શું જોગવાઈ છે?

દીપિકા

કલમ 20B :

કલમ 20Bમાં જણાવાયું છે કે જો કોઈ પ્રતિબંધિત ડ્રગ્સ ઓછી માત્રામાં બનાવતું હોય, વેચતું હોય, ખરીદતું હોય અથવા તેનો ઉપયોગ કરે તો તેને એક વર્ષની સજા અથવા દસ હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.

કલમ 22 :

કલમ 22 કહે છે કે ઓછા પ્રમાણ માટે એક વર્ષ, તેનાથી વધુ માત્રા માટે દસ વર્ષની અને વ્યાપારી જથ્થા માટે 20 વર્ષની સજા થઈ શકે છે.

કલમ 27 A :

કલમ 27A કહે કે પ્રતિબંધિત ડ્રગ્સને લગતી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા અથવા સહાય કરવા માટે ઓછામાં ઓછી 10 વર્ષની સજા અને મહત્તમ 20 વર્ષની સજાની જોગવાઈ છે. જો કોર્ટ ઇચ્છે તો બે લાખથી વધુ રૂપિયાનો દંડ પણ લઈ શકે છે.

કલમ 29 :

કલમ 29 કહે છે કે ગુનાહિત કાવતરાના કેસમાં કોઈને ડ્રગ્સ લેવા માટે ઉશ્કેરવા બદલ પણ સજાની જોગવાઈ છે.
અભિનેત્રી રિયા ચક્રવર્તી પણ ડ્રગ્સ સપ્લાય, ડ્રગ્સ ખરીદવા અને ડ્રગ્સનું નેટવર્કિંગ કરવાના આરોપમાં જેલમાં છે. દીપિકા પાદુકોણના ફેન્સ માટે તેનું ડ્રગ્સના આરોપોથી ઘેરાવું એક નવો પરિચય છે, કદાચ તેનો પરિવાર પણ દીપિકાના આ પાસાથી પરિચિત ન હોય.

Read Also

Related posts

યુવતીએ વીડિયો કર્યો વાયરલ/ સાયકલિંગ કરી રહી હતી યુવતી, બાજૂમાંથી નિકળેલા યુવકે કારમાંથી બતાવ્યું પ્રાઈવેટ પાર્ટ

Pravin Makwana

રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ ટ્રમ્પ ઉપર થઈ શકે છે જીવલેણ હૂમલો, આ ટીવી પંડિતે કર્યો ચોંકાવનારો દાવો

Mansi Patel

ગાંધીનગરનાં સેક્ટર-14 ખાતે 572 ઘરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આપી આ ચીમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!