1982માં આવેલી અમિતાભની ફિલ્મ સત્તે પે સત્તા તમને પણ યાદ હશે. આ ફિલ્મમાં સાત ભાઈઓની વાત અને અમિતાભ-હેમાનો રોમાન્સ કોઈ કેવી રીતે ભૂલી શકે. આ ફિલ્મમાં વાર્તાથી લઈ રોમાન્સ અને ગીત દરેક વાત પર સુપર-ડુપર હિટ સાબિત થયા હતા.

ફિલ્મનું મ્યુઝિક આજ સુધી હિટ છે. ત્યારે 37 વર્ષ પછી ફરી એક વાર આ ફિલ્મની રિમેક બની રહી છે. આ ફિલ્મને લઈ કોઈ ઓફિશિયલી જાહેરાત તો નથી થઈ પરંતુ મીડિયા રિપોર્ટસ્ દાવો કરી રહી છે કે તેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. પણ હજી સરપ્રાઈઝ પૂરી નથી થઈ.

આ ફિલ્મની ખાસ વાત હશે સ્ટાર કાસ્ટ. સમાચાર મળ્યા છે કે હેમા માલિનીની જગ્યાએ અભિનેત્રી દિપિકા પાદુકોણ જોવા મળી છે અને અને એવા રિપોર્ટસ્ છે કે ફિલ્મમાં અમિતાભ બચ્ચનના રોલમાં અભિનેતા રિતિક રોશન જોવા મળશે. જો એવું થશે તો દિપિકા બોલિવૂડમાં 12 વર્ષ પછી પહેલી વાર તેની સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

બોલિવૂડના બે મોટા સુપરસ્ટાર્સને સાથે જોવા ખરેખર એક લાહવો છે અને તે પણ સત્તે પે સત્તા જેવી શાનદાર ફિલ્મની રિમેકમાં. દિપિકા-રિતિકની જોડી એટલા માટે રસપ્રદ હશે કેમકે બંને ઈન્ડસ્ટ્રીના ટોલેસ્ટ અને હોટેસ્ટ સ્ટાર માનવામાં આવે છે.

એવામાં આ જોડી જ્યારે બનશે ત્યારે સ્ક્રીન પર કેવો નજારો હશે તેનો અંદાજ લગાવી શકો છો. ખાસ વાત એ છે કે આ ફિલ્મની રિમેકનું નિર્દેશન ફરાહ ખાન કરી શકે છે. જોકે આ ફિલ્મને લઈ કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થયું નથી. રિતિક રોશનની ફિલ્મ સુપર 30 રિલીઝ થઈ છે. ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યા છે. એ ઉપરાંત તેની પાસે ટાઈગર શ્રોફની એક્શન ફિલ્મ પણ છે.
Read Also
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના
- BIG NEWS: ઓરેવાના માલિક જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટમાં ફરીથી કરાશે રજૂ
- જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?