GSTV
Home » News » શું દીપિકા છોડી રહી છે બોલીવુડ? ધૂમ કમાણી કરવા માટે શોધી લીધો આ નવો રસ્તો

શું દીપિકા છોડી રહી છે બોલીવુડ? ધૂમ કમાણી કરવા માટે શોધી લીધો આ નવો રસ્તો

બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ રીટેલ કન્ઝ્યુમર સ્ટાર્ટઅપ્સમાં પોતાનું રોકાણ વધારી રહી છે. દીપિકા પાદુકોણે 18 મહિના અગાઉ KA એન્ટરપ્રાઈઝની સ્થાપના કરી હતી જેનું સંચાલન હાલ તેનો પરિવાર કરી રહ્યો છે. KA એન્ટરપ્રાઇઝ પાસે ઓનલાઇન ફર્નિચર રેન્ટલ પ્લેટફોર્મ ફર્લેન્કો અને બ્યુટી પ્રોડક્ટ માર્કેટપ્લેસ પર્પલ જેવા સ્ટાર્ટઅપ્સ છે. હવે દીપિકા પાદુકોણ એપીગેમીયામાં રોકાણ કરવા કરવા ઇચ્છુક છે. એપીગેમિયા ફ્રાંસમાં ખાદ્ય ઉત્પાદનમાં દિગ્ગ્જ કહેવાતી ડેનોન સમર્થિત એક દહીં નિર્માતા કંપની છે.

deepika padukone

આ ઉપરાંત દીપિકા પાદુકોણ Myntraમાં સહમાલિક છે. જો  કે તે અન્ય કેટલા સ્ટાર્ટઅપમાં રોકાણધરાવે છે તેની માહિતી મળી શકી નથી.પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર નીતિન કંચન દીપિકા પાદુકોણની કંપનીના CEO છે તેમજ કંપનીની  બ્રાન્ડ વેલ્યુ $10 કરોડ છે.

નીતિન કંચને જણાવ્યું હતું કે અમે કંપનીઓની સાથે બેસીને નિર્ણય કરી છીએ તેમજ ભારતીય ડાયસ્પોરા વચ્ચે વિદેશમાં પણ દીપિકા પાદુકોણ બ્રાન્ડનો લાભ ઉઠાવવાનો વિકલ્પ પણ ખુલ્લો છે.

આગામી થોડાક મહિનાઓમાં KA એન્ટરપ્રાઇઝ અમુક વધારાના રોકાણોને બંધ  કરવાની યોજના બનાવી રહ્યું છે.દહીં ઉત્પાદક કંપની એપીગેમિયાએ જણાવ્યું હતું કે તેઓ દીપિકા પાદુકોણની બ્રાન્ડનો લાભ ઉઠાવવા ઉપરાંત નવા ઉત્પાદનોનો વિસ્તાર તેમજ નવા શહેરોમાં પ્રવેશ કરવાની યોજના પર વધુ ધ્યાન આપશે. એપીગેમિયાના CEO રોહન મિરચંદાનીએ જણાવ્યું હતું કે ડેનોને અમને ઉત્પાદન અને સપ્લાય ચેઈનમાં મદદ કરી છે તેમજ દીપિકા પાદુકોણના રોકાણથી અમારી બ્રાન્ડને મદદ મળશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે લાંબા સમય સુધી વિદેશોમાં દીપિકા પાદુકોણની બ્રાન્ડનો લાભ ઉઠાવવા માટે કંપનીને જોડી શકાય છે. આ ઉપરાંત પર્પલના સહ સ્થાપક મનીષ તનેજાએ કહ્યું હતું કે તેઓએ રોકાણકારો પાસેથી $60 લાખ ડોલર એકત્ર કર્યા ત્યારે દીપિકા પાદુકોણે કંપનીમાં રોકાણ કર્યું હતું.

Read Also

Related posts

કુલભૂષણ જાધવ કેસ મામલે હવે ભારત-પાકિસ્તાન પર આ રીતે દબાણ લાવશે

Mayur

યૂપીમાં સુરક્ષા વ્યવસ્થાથી ખુશ પ્રિયંકા ગાંધીએ યોગીને લખ્યો પત્ર, શું લખ્યું અંદર!

NIsha Patel

સોનભદ્ર જિલ્લામાં થયેલી હત્યા મામલે યોગી આદિત્યનાથે કોંગ્રેસને જવાબદાર ઠેરવી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!