GSTV

છપાકમાં એસિડ એટેક વાળો ચહેરો જોયા બાદ હવે તેનો એ ફિલ્મમાં જ સ્કૂલ ડ્રેસ પહેરેલો ફોટો થયો વાયરલ

દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ફિલ્મને લઈ ફેન્સ પણ ઘણાં ઉત્સાહિત છે. દીપિકા આ ફિલ્મની સાથે પ્રોડ્યૂસર તરીકે કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું તે દરમિયાન ઘણી ઈમોશનલ થઈ ગઈ હતી અને તેણે જણાવ્યું કે આ ફિલ્મ તેના દિલની નજીક પહોંચી હતી.

હવે દીપિકાની એક તસવીર વાયરલ થઈ રહી છે જે સ્કૂલી ડ્રેસમાં જોવા મળી છે. આ ઈમેજમાં જોવા મળે છે કે દીપિકા અને વિક્રાંત તેના સ્કૂલ અંદાજમાં જોવા મળે છે અને સંકોચાતા કેમેરા સામે જોઈ રહ્યા છે. દીપિકા નેવી બ્લૂ કલરનું સલવાર સૂટ પહેર્યું છે અને વિક્રાંતે સ્કૂલી અવતારમાં હાજર રહેલા એક્ટરની સ્ક્રીન પ્રેજેંસ પણ લાજવાબ છે. આ તસવીર ફેન્સની વચ્ચે ઘણી વાયરલ થઈ રહી છે.

રિલીઝ પહેલા જ વિવાદોમાં છે ફિલ્મ

અહેવાલ છે કે ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં છે. રાકેશ ભારતીએ પણ દાવો કર્યો હતો કે સૌથી પહેલા તેણે આ ફિલ્મની સ્ક્રિપ્ટનું વિચાર્યું હતું. તેણે 2015માં ફિલ્મને કાળો દિવસના ટાઈટલથી IMPPAમાં રજિસ્ટર કરાવ્યું હતું. રાઈટરનું કહેવું છે કે તે ત્યારથી તેના પર કામ કરી રહ્યા છે.

રાકેશ ભારતીએ દાવો પણ કર્યો છે તેણે ફોક્સ સ્ટાર સ્ટુડિયોને પણ એપ્રોચ કરી છે, પણ આ પ્રોજેક્ટ ર કામ કરવું ક્યારેય સંભવ ન થઈ શક્યું. ફિલ્મપ છપાકનું ટ્રેલર જોયા બાદ તેમને આઈડિયા આવ્યો કે જે ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવ્યો છે તો તેણે ફિલ્મના ડાયરેક્ટરને તેની ફરિયાદ કરી હતી પરંતુ જવાબ ન મળ્યો. જેના પછી તેણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો. મેઘના ગુલઝારે ફિલ્મને ડાયરેક્ટ કરી છે.

Read Also

Related posts

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur

મહામારી સામે લડવા કેજરીવાલ સરકારે લીધા બે મોટા નિર્ણયો, 20 જગ્યાઓ સજ્જડ સીલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!