GSTV
Home » News » આ ખાસિયતોથી ઇમ્પ્રેસ થઇને રણવીરને દિલ દઇ બેઠી દિપિકા, લગ્નના 4 મહિના બાદ કર્યો ખુલાસો

આ ખાસિયતોથી ઇમ્પ્રેસ થઇને રણવીરને દિલ દઇ બેઠી દિપિકા, લગ્નના 4 મહિના બાદ કર્યો ખુલાસો

deepika-ranveer

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નને હજુ આંગળીના વેઢે ગણાય એટલાં જ મહિના થયાં છે. બંને સ્ટાર્સ હવે પતિ-પત્ની બની ચુક્યાં છે. આ બંને હાલપ પોતાની મેરિડ લાઇફ એન્જોય કરી રહ્યાં છે. દીપિકા અને રણવીર એકબીજાના કામને સપોર્ટ કરવાનું નથી ભૂલતા. તેવામાં દીપિકાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે રણવીરની કઇ વાતથી ઇમ્પ્રેસ થઇને તેને દિલ દઇ બેઠી હતી.


દીપિકાએ જણાવ્યું રણવીર સિંહ ક્યૂટ નંબર વન, હૉટ નંબર વન અને હસબન્ડ નંબર વન છે. વાસ્તવમાં દીપિકાએ રણવીર સિંહના એક ફોટા પર કમેન્ટ કરતાં આ વાત લખી હતી. બીજી બાજુ રણવીર પણ દીપિકાના વખાણ કરતા થાકતો નથી. થોડાક દિવસો અગાઉ રણવીર સિંહે પણ કહ્યું હતું કે હવે એ માત્ર હસબન્ડ નંબર વન બનવા માટે કામ કરી રહ્યો છે. 

મીડિયા સાથે વાતચીત કરતાં રણવીરે કહ્યું હતું કે બેસ્ટ બોયફ્રેન્ડનો ટેગ તો એને પહેલાથી જ મળી ચૂક્યો છે. હવે એ બેસ્ટ હસબન્ડ બનવા માટે કામ કરી રહ્યો છે. લગ્ન બાદ રણવીર પોતાના રિલેશશિપને લઇને ખુલીને વાત કરે છે. તો દીપિકાપણ રણવીરના વખાણ કરવામાં પાછળ પડતી નથી. 

જણાવી દઇએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલીવુડના પરફેક્ટ કપલ્સમાંથી એક છે. આ કપલે ગત વર્ષે નવેમ્બર મહિનામાં લગ્ન કર્યા છે. લગ્ન પહેલા બંને એ 6 વર્ષ  સુધી એક બીજા સાથે ડેટ કર્યું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ રણવીર સિંહ તાજેતરમાં જ રિલિઝ થયેલી તેની ફિલ્મ સિંબા અને ગલી બોયની સફળતાનો આનંદ માણી રહ્યો છે જ્યારે દીપિકા એસિડ વિક્ટીમ પર આધારિત ફિલ્મ છપાકમાં જોવા મળશે.

Read Also

Related posts

ઓ બાપ રે, 60 ટકાથી વધુ કાચા તેલનું ઉત્પાદન કરતી દેશની સૌથી મોટી કંપની ONGC આર્થિક સંકટમાં

Karan

વિરાટ કોહલીનો ધમાકો, પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ કર્યો બ્રેક

pratik shah

હેમા માલિનીએ સંસદમાં વાંદરાઓની સમસ્યા માટે ઉઠાવ્યો અવાજ, લોકોએ કરી નાખી ટ્રોલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!