GSTV
Home » News » પોતાના પતિ અને લગ્નને ભુલી ગઈ દીપિકા, વીડિયો થયો વાયરલ

પોતાના પતિ અને લગ્નને ભુલી ગઈ દીપિકા, વીડિયો થયો વાયરલ

દીપિકા પાદુકોણ હાલમાં લિવ લાફ લવ ફાઉંડેશનના ઈવેન્ટમાં શામેલ થઈ હતી. માનસિક રોગો અને રોગિયો માટે આ ખાસ એનજીઓનો પાયો દીપિકાએ જ રાખ્યો હતો. એનજીઓના ચાર વર્ષ પૂરા થવા પર દીપિકાએ માનસિક સ્વાસ્થ્ય વિષય પર પહેલી લેક્ચર સીરીઝની શરૂઆત કરી હતી. આ દરમિયાન દીપિકા વાતો વાતોમાં આ ભુલી ગઈ કે તે મેરીડ છે.

deepika padukone

લોકોની માનસિક પરેશાનિયો પર વાત કરે તે દરમિયાન દીપિકાએ પોતાની રિયલ લાઈફના દરેક પાત્રોની વાત કરી. દીપિકાએ કહ્યું કે હું એક પુત્રી, બહેન, એક્ટર છું. આટલુ કહેતા દીપિકા અટકવા લાગી. પછી કોઈએ તેમના પત્ની હોવાની વાતને પાછળથી પ્રોમ્પ્ટ કરી.

આટલુ સાંભળતા જ દીપિકા હસવા લાગી અને હસતા તેણે પોતાની લાઈન પુરી કરતા કહ્યું કે એક પત્ની પણ, હે ભગવાન હું ભુલી ગઈ. દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યોં છે.

આ ખાસ પ્રસંગે દીપિકા બોલી, આજે આ એનજીઓને શરૂ થયા તેને ચાર વર્ષ થઈ ગયા છે, મને લાગે છે કે અમે ખૂબ દુર આવી ગયા છીએ આથી આજે અમે પોતાના લેક્ચર સીરીઝની શરૂઆત કરવા ઈચ્છિયે છીએ. મને લાગે છે કે આ પ્રકારના સંમેલનોએ માનસિક રોગો સાથે જોડાયેલા કલંકોને છેલ્લાં ચાર વર્ષોમાં ખૂબ ઓછો કરી દીધો છે પરંતુ જાગરૂકતાનુ મહત્વ અત્યારે અમને વધુ દુર સુધી જવાનું છે, આથી અમે આ પ્રકારના સંમેલનોનું આયોજન કરતા રહીશું. આ નવી લેક્ચર સીરીઝ અલગ અલગ વ્યવસાયો સાથે જોડાયેલા પ્રતિભાશાળી લોકોને આમંત્રિત કરશે જે માનસિક રોગો સાથે જોડાયેલા પોતાના અનુભવોને જાહેર કરશે.

deepika padukone

દીપિકાએ પોતાની લેક્ચર સીરીઝને દરેક માટે ખુલ્લી ગણાવી હતી. તેમણે કહ્યું કે તે વિશ્વના દરેક ખૂણાના લોકો માટે ઉપલબ્ધ છે. ખાસ કરીને તે લોકો માટે કે જેઓ આ ક્ષેત્રમાં કામ કરવા માટે ઉત્સાહિત છે અને પોતાનો પ્રવાસ અનુભવ શેર કરવા માંગે છે. દીપિકા પાદુકોણે તેની હાલત વિશે ઘણીવાર વાત કરી છે જેમાં તે ભારે તણાવથી પીડિત છે. આમાંથી સ્વસ્થ થયા પછી, તેણે 2015મા લિવ લવ લાફ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.

READ ALSO

Related posts

આધારમાં આ 6 સુધારા કરવા માટે નહીં આપવા પડે કોઇ ડોક્યુમેન્ટ, જાણી લો આ નવો નિયમ ફાયદામાં રહેશો

Bansari

CA ફાઈનલ છોડ્યુ, સાઈકલ ટ્રીપ દ્રારા રચ્યું અનોખું સાહસ રાંચી થી સિંગાપુર પહોંચ્યો દિલ્હીનો આ યુવાન

pratik shah

પાકિસ્તાનનાં ખૈબરમાં ખોદકામ દરમ્યાન મળ્યા હજારો વર્ષો જુના હિન્દુ સંસ્કૃતિના અવશેષો, જાણો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!