GSTV
Home » News » રણવીર મારી સાથે ખૂબ ઝગડ્યો…લગ્ન બાદ પહેલીવાર ખુલીને બોલી દીપિકા

રણવીર મારી સાથે ખૂબ ઝગડ્યો…લગ્ન બાદ પહેલીવાર ખુલીને બોલી દીપિકા

બોલીવુડના બાજીરાવ-મસ્તાની એકબીજાના થઇ ચુક્યા છે. અમે વાત કરી રહ્યાં છીએ દીપિકા-પાદુકોણ અને રણવીર સિંહની. બંનેએ 14-15 નવેમ્બરના રોજ ઇટલીના લેક કોમો ખાતે સાત ફેરા લીધાં. લેક કોમો ખાતે કોંકણી અને સિંધી રીતી-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા. લગ્ન બાદ આ ન્યૂલીવેડ કપલ ચર્ચામાં છે.

લગ્ના બંધનમાં બંધાયા બાદ દીપિકાના ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડથી વધુ ફોલોઅર થઇ ગયાં છે. આ વાતની જાણકારી ખુદ દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આપી છે. તેવામાં દીપિકાએ પોતાની સગાઇને લઇને મોટો ખુલાસો કર્યો છે.


ફિલ્મફેરને આપેલા ખાસ ઇન્ટરવ્યુમાં દીપિકાએ જણાવ્યું કે તેણે અને રણવીરે 4 વર્ષ પહેલાં જ સગાઇ કરી લીધી હતી. તેઓ અર્થ એ છે કે વર્ષોથી દીપિકા અને રણવીર એન્ગેજ હતાં પરંતુ આ વાતની જાણ કોઇને થવા ન દીધી.

દીપિકાએ પોતાની વાતચીત દરમિયાન જણાવ્યું કે 6 વર્ષના રિલેશનશીપમાં ઘણીવાર એવું બન્યું છે જ્યારે તેનો રણવીર સાથે ઝગડો પણ થયો પરંતુ તેવું ક્યારેય નથી બન્યું કે તેમણે બ્રેકઅપ વિશે વિચાર્યુ હોય. દીપિકાએ જણાવ્યું કે જ્યારે 2016માં તેમની સગાઇની ખબરો આવી ત્યારે તેમણે આ ચર્ચા પર સહમતિ પણ ન દર્શાવી અને ન તો તેનો ઇનકાર કર્યો.

જણાવી દઇએ કે લગ્ન બાદ દીપિકા પોતાની લાઇફ અને રણવીર સિંહને લઇને અનેક ખુલાસા કરી ચુકી છે. તાજેતરમાં જ દીપિકાએ રણવીર સાથે પોતાની ડેટને લઇને ખુલાસો કર્યો હતો. તેવામાં પોતાના લગ્ન સમયે કેવી ફિલીંગ હતી તે અંગે પણ ખુલાસો કરી ચુકી છે. આ ઉપરાંત રણવીર સિંહ પણ પોતાની પત્ની દીપિકાના વખાણ કરતાં થાકતો નથી. તે પોતાની ફિલ્મ સિમ્બાના પ્રમોશન દરમિયાન પણ દીપિકાની પ્રશંસા કરતો જોવા મળે છે.

Read Also

Related posts

VIDEO : એક શખ્સે મગરમચ્છનાં મુખમાં નાખ્યું તરબૂચ, પછી થયું એવું કેbreaking news gujarati, Gujarat samachar, gujarati news, gujarati news live, Latest News in Gujarati, live gujarati news, news in gujarati, online news gujarati live

Path Shah

ઓનલાઇન ટ્રેડિંગ છેતરપિંડીમાં ગુજરાતી ગેંગનો થયો પર્દાફાશ

Nilesh Jethva

પરણીત મહિલાને લઈને ભાગ્યો પ્રેમી, પંચાયતે આપી એવી સજા કે…

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!