GSTV
Gujarat Government Advertisement

દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ, મા અને બહેન કોરોના પોઝીટીવ, કરાયા હોસ્પિટલમાં દાખલ

Last Updated on May 4, 2021 by Harshad Patel

દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ, મા ઉજાલા પાદુકોણ અને બહેન અનિષા પાદુકોણ કોરોના પોઝીટીવ આવ્યા છે. તેના બેંગલુરુ સ્થિત હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. કહેવાઈ રહ્યું છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં તેમને ડિસ્ચાર્જ કરી શકાય છે. જણાવી દઈએ કે 1980માં પ્રતિષ્ઠિત ઓલઇંગ્લેન્ડ ચેમ્પિયનશીપ ટાઈટલ જીતનારા તે પહેલા ભારતીય છે.

પોતાનો ટેસ્ટ કરાવ્યો અને પરિણામ પોઝીટીવ આવ્યું

પ્રકાશના નજીકના મિત્રો અને પ્રકાશ પાદુકોણના બેડમિન્ટન એકેડેમીના ડાયરેક્ટર વિમલ કુમારે જણાવ્યું કે 10 દિવસ પહેલા પ્રકાશ, તેમના પત્ની ઉજાલા અને તેમની બીજી દિકરી અનિષાને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. તેમણે પોતાનો ટેસ્ટ કરાવ્યો અને પરિણામ પોઝીટીવ આવ્યું.

પ્રકાશને તાવ ઓછો નહોતો થઈ રહ્યો તેથી હોસ્પિટલાઈઝ કર્યા હતા

કુમારે જણાવ્યું કે બધાએ પોતાને હોમ આઈસોલેટ કરી રાખ્યા હતા પરંતુ એક અઠવાડિયું થયા છતાં પ્રકાશને તાવ ઓછો નહોતો થઈ રહ્યો. એવામાં ગત શનિવારે તેમને હોસ્પિટલદાખલ કરાવવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે. દિકરી ઘર પર છે આશાછે કે બેથી ત્રણ દિવસમાં પ્રકાશને ડિસ્ચાર્જ આપી દેવાશે. દિપિકાએ હાલમાં જ ફેન્સને મહામારી વચ્ચે મેન્ટલી સ્વસ્થતા રહેવા બાબત પર વાત કરી હતી. હાલમાં ઈમોશનલી ઠીક થવું જરૂરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નફ્ફટાઈ: કફન ચોર ટોળકીને બચાવવા ભાજપ આગળ આવ્યું, કહ્યું છોડી દો આમને આપણા વોટર છે !

Pravin Makwana

અગત્યનું/ કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળે છે સાત લાખ રૂપિયાનો વીમા લાભ, જાણી લો આ યોજના વિશે

Bansari

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!