GSTV
Home » News » દીપિકાની આ જૂની તસવીરો જોઈને તો રણવીર પણ ડરી જશે!

દીપિકાની આ જૂની તસવીરો જોઈને તો રણવીર પણ ડરી જશે!

બોલીવુડની ટેલેન્ટેડ અને હૉટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. 12 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં દીપિકા ઘણી બદલાઇ ગઇ છે. તો ચાલો બેટમિંટન પ્લેયરથી લઇને મોડેલિંગ અને ફિલ્મો સુધીની દિપિકાના કરિયર પર નાંખીએ એક નજર.

બોલીવુડમાં સફળતાનો પર્યાય બની ચુકેલી દિપિકા માટે જો એવું કહીએ કે તેની ફિલ્મ હિટ થવાની ગેરેન્ટી છે તો તે અતિશયોક્તિ ન કહી શકાય. પિતાની રાહ પર ચાલીને નેશનલ લેવલની બેટમિંટન ખેલાડી બનવું અને પછી મોડેલિંગમાં ધમાલ મચાવનાર દીપિકા માટે બોલીવુડ પર રાજ કરવું એટલું સરળ કામ ન હતું. આ મુકામ સુધી પહોંચવામાં દીપિકાએ ઘણી મુસીબતોનો સામનો કર્યો. તો ચાલો જોઇએ એક બેટમિંટન પ્લેયરથી લઇને એક સ્ટાર બનવા સુધીની દિપિકાની કેટલીક તસવીરો.

પિતા પ્રકાશ પાદુકોણની રાહ પર ચાલીને દીપિકા નેશનલ લેવલ પર બેડમિંટન રમી ચુકી છે. દીપિકાની આ તસવીર તે સમયથી છે જ્યારે તે બેટમિંટન રમતી હતી. દીપિકાની આ તસવીર ઘણાં વર્ષો જૂની છે.

ત્યાર બાદ દીપિકાએ મોડેલિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યુ. આ તસવીર તેના પહેલા મોડલિંગ ફોટોશૂટની છે. આ તસવીરમાં દીપિકા ખૂબ જ સામાન્ય લાગી રહી છે.

આ તસવીર તે સમયથી છે જ્યારે દીપિકા મોડેલિંગ ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરી રહી હતી. આ તસવીરમાં દીપિકાનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે.

સ્ટ્રગલના સમય દરમિયાન દીપિકાએ ઘણાં ફોટોશૂટ કરાવ્યાં હતા.

આ તસવીરમાં દિપિકા ઘણી એટ્રેક્ટિવ લાગી રહી છે.

સ્ટ્રગલિંગ દરમિયાન દિપિકાએ પોતાના લુક પર ઘણું કામ કર્યુ. આજના અને તે સમયના દિપિકાના લુકમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે.

મોડેલિંગ બાદ દીપિકાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. ઘણાં લોકોને લાગે છે કે દિપિકાએ ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મથી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યુ પરંતુ તેની પહેલી ફિલ્મ એશ્વર્યા હતી. જે એક કન્નડ ફિલ્મ હતી.

ઓમ શાંતિ ઓમ બાદ દીપિકાએ ઘણી ફિલ્મો કરી. દરેક ફિલ્મમાં દીપિકાનો લુક તેની અગાઉની ફિલ્મ કરતાં વધુ ગ્લેમરસ લાગ્યો.


દીપિકા પાદુકોણની લવ આજકલ, કૉકટેલ, ચેન્નઇ એક્સપ્રેસ, ગોલિયોં કી રાસ લીલા-રામલીલા અને બાજરાવ મસ્તાની.

આ બધી જ ફિલ્મોમાં દિપિકાએ હટકે રોલ કર્યા છે અને સાથે જ તેનો લુક પણ ખૂબ જ ગ્લેમરસ થતો ગયો છે.

2018ના વર્ષમાં રિલિઝ થયેલી દિપિકાની ફિલ્મ પદ્માવતમાં પણ તેના લુકની ખૂબ જ પ્રશંસા થઇ હતી અને દર્શકોને તેનો આ લુક ખૂબ જ પસંદ આવ્યો હતો.

Read Also

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!