GSTV
Home » News » Video: રણવીરે જાહેરમાં કહી દીધું કંઇક એવું કે ચોધાર આંસુએ રડી પડી દીપિકા

Video: રણવીરે જાહેરમાં કહી દીધું કંઇક એવું કે ચોધાર આંસુએ રડી પડી દીપિકા

મુંબઇમાં રવિવારે સ્ટાર સ્ક્રીન અવોર્ડઝનું આયોજન કરવામાં આવ્યું. ન્યૂલીવેડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ કલર કોર્ડીનેડેટ આઉટફિટમાં નજરે પડ્યાં. બંનેનો લુક ચર્ચામાં રહ્યો. રણવીર સિંહને પદ્માવત માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો. પતિ રણવીરની આ ઉપલબ્ધિએ દીપિકાને ભાવુક કરી દીધી.

રણવીરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે જેમાં દીપિકાની આંખોમાં આંસુ છે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે Proud Wifey.

સ્ટેજ પર અવોર્ડ લેતી વખતે રણવીરે ખાસ સ્પીચ આપી. તેણે કહ્યું કે, ફિલ્મમાં તો મને રાણી ન મળી પરંતુ અસલ જીંદગીમાં મને મારી રાણી મળી ચુકી છે. રણવીરે દીપિકાને કહ્યું-બેબી આઇ લવ યુ. પાછલા 6 વર્ષમાં મે કંઇ પણ હાંસેલ કર્યુ છે કારણ કે તે મને જમીન સાથે જોડેલો રાખ્યો છે. સેંટર્ડ રાખ્યો છે. આ બધા માટે તારો આભાર.

પતિની આ સ્પેશિયલ સ્પીચ સાંભળીને દિપિકા ઇમોશનલ થઇ ગઇ અને તેની આંખો છલકાઈ આવી. રણવીરે દિપિકા ઇપરાંત પોતાના માતા-પિતા અને બહેનનો પણ આભાર વ્યક્ત કર્યો. એક્ટરે બેસ્ટ એક્ટરનો અવોર્ડ પોતાની દાદીને સમર્પિત કર્યો. જણાવી દઇએ કે તાજેતરમાં જ રણવીરની દાદીનું નિધન થયું છે.

રણવીર બ્લેક પ્રિન્ટેડ સૂટમાં બેન્ડસમ લાગી રહ્યો હતો. દીપિકાએ અનામિકા ખન્નાનો ડિઝાઇનર ડ્રેસ પહેર્યો હતો. જેને તેણે પર્લ જ્વેલરી સાથે સ્ટાઇલ કર્યો હતો.

દીપિકાના લુકને તેણે હેયરડો સાથે કમ્પલીટ કર્યો હતો. હાઇ બન અને સ્મોકી આઇમેકઅપે તેના લુકને વધારે સ્ટાઇલિશ બનાવ્યો.

ન્યૂલીવેડ કપલે એકબીજાનો હાથ પકડીને ઇવેન્ટમાં એન્ટ્રી કરી. આ દરમિયાન બંનેની કેમેસ્ટ્રી જોવા લાયક હતી. લગ્ન બાદ રણવીર-દિપિકાનું આ પહેલું અવોર્ડ ફંક્શન હતું.

જણાવી દઇએ કે રણવીર સિંહની ફિલ્મ સિંબા 28 ડિસેમ્બરના રોજ રિરિઝ થવાની છે. રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સારા અલી ખાન લીડ રોલમાં છે. રિલિઝ પહેલાં જ સિંબાને દિપિકાએ બ્લોકબસ્ટર ફિલ્મ ગણાવી છે. લગ્ન બાદ રણવીરનો આ પહેલો પ્રોજેક્ટ છે.

તેવામાં દિપિકા મેઘના ગુલઝારની ફિલ્મનું શુટિંગ નવા વર્ષથી શરૂ કરશે. ફિલ્મનું શુટિંગ નવા વર્ષથી શરૂ કરશે. ફિલ્મમાં તે એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના રોલમાં જોવા મળશે. આ પ્રોજેક્ટ માટેન દિપિકા ખૂબ જ એક્સાઇટેડ છે.

Read Also

Related posts

ભારતનાં પાડોશી દેશે સર્વોચ્ચ ઉંચાઈ પર આયોજીત કર્યો ‘ફેશન શો’, રચ્યો ઈતિહાસ….

pratik shah

રોડ પર પડેલા ઘાયલની મદદ ન કરતા કોર્ટે બે શખ્સને પાંચ વર્ષની સજા ફટકારી

Pravin Makwana

Bigg Boss 13: શહનાઝ ગિલનાં ભાઈએ કહ્યું એવું કે, ઘરમાં મચ્યો હંગામો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!