GSTV
Home » News » એસિડ એટેક પીડિતાના રોલમાં દીપિકાને જોઇ રૂંવાડા ઉભા થઇ જશે, ‘છપાક’ના સેટ પરથી લીક થઇ તસવીરો

એસિડ એટેક પીડિતાના રોલમાં દીપિકાને જોઇ રૂંવાડા ઉભા થઇ જશે, ‘છપાક’ના સેટ પરથી લીક થઇ તસવીરો

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘છપાક’ના શુટિંગમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલાં જ આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિવીલ કરવામાં આવ્યો હતો જે ફેન્સને ખૂબ પસંદ આવ્ય હતો. હવે દીપિકાની વધુ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

દીપિકા પાદુકોણનું નામ આ સમયે તેની આગામી ફિલ્મ છપાકના કારણે ચર્ચામાં છે. દિપીકા હાલ પોતાની આ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે એસિડ એટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલના કિરદારમાં જોવા મળશે. ફિલ્મનું ડાયરેક્શન મેઘના ગુલઝાર કરી રહી છે. તેવામાં હવે ફિલ્મની કેટલીક તસવીરો સામે આવી છે.

આ તસવીર દીપિકાની ફિલ્મના દિલ્હી સેટ પરથી લીક થઇ છે. જેમાં દીપિકા એસિડ વિક્ટીમ સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના કિરદારમાં નજરે આવી રહી છે.

જણાવી દઇએ કે તાજેતરમાં જ દીપિકાની કેટલીક તસવીરો વાયરલ થઇ હતી. એક તસવીરમાં જ્યાં દીપિકા હાથ હલાવીને પોતાના ફેન્સનું સંબોધન કરતાં નજરે આવી રહી હતી ત્યાં બીજી તસવીરમાં ફેન્સ દીપિકાની એક ઝલક મેળવવા માટે આતુર જોવા મળી રહ્યાં છે.

ફિલ્મનું પોસ્ટર એટલું પ્રભાવશાળી છે કે પહેલી નજરેમાં જ દીપિકા તમારુ દિલ જીતી લેશે. એસિડ હુમલાનો શિકાર થયેલી યુવતીનો રોલ નિભાવી રહેલી દીપિકા સ્મિત સાથે દર્પણની પાછળથી જોઇ રહી છે અને તેમાં તેનો ચહેરો દેખાઇ રહ્યો છે. તેને જોઇને કહી શકાય કે તેના કરતાં વધુ સારી રીતે આ રોલ કદાચ જ કોઇ એક્ટ્રેસ કરી શકે.

ફિલ્મના ફર્સ્ટ લુકમાં દીપિકાનો લુક મોટાભાગે લક્ષ્મી અગ્રવાલ જેવો લાગે છે. તસવીરમાં દીપિકાની આંખોમાં તે જ ઉદાસીની સાથે આશાની કિરણો પણ જોવા મળી રહી છે અને તે સંપૂર્ણ રીતે પોતાના કિરદારમાં લાગી રહી છે. જો કે મેઘના ગુલઝારે તાજેતરમાં જ કહ્યું હતું કે 3 સીરિયસ ફિલ્મો કર્યા બાદ તે એક હટકે ફિલ્મ કરવા માંગતી હતી પરંતુ તેની પાસે ફક્ત એસિડ એટેકની આવી જ સિરિયસ ફિલ્મ હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ  છપાકમાં દીપિકાના કિરદારનું નામ માલતી છે જેના પર એસિડ એટેક થાય છે અને તે જિંદગીની જંગ જીતી જાય છે અને બહાદુરીથી આ સ્થિતીનો સામનો કરે છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને દીપિકા પ્રોડ્યુસ પણ કરી રહી છે અને તેની સાથે આ ફિલ્મમાં વિક્રાતં મેસી પણ જોવા મળશે. આ ફિલ્મનું શુટિંગ દિલ્હીમાં શરૂ થઇ રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રોજ રિલિઝ થશે.

Read Also

Related posts

જ્યારથી પદ સંભાળ્યું છે ભગવાનને પૂછુ છું- મને CM કેમ બનાવ્યો?

Bansari

અફઘાનિસ્તાનથી આવેલું 600 કરોડનું હેરોઈન જપ્ત, લક્ઝરી કારથી થવાનું હતુ સપ્લાઈ

Mansi Patel

કુલભૂષણ જાધવ કેસ મામલે હવે ભારત-પાકિસ્તાન પર આ રીતે દબાણ લાવશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!