GSTV
Home » News » ‘છપાક’ના લુક માટે આટલા કલાકો તો ફક્ત મેકઅપ કરે છે દીપિકા

‘છપાક’ના લુક માટે આટલા કલાકો તો ફક્ત મેકઅપ કરે છે દીપિકા

deepika padukone

બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પોદુકોણ હાલના દિવસોમાં ફિલ્મ ‘છપાક’ને લઈને વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે એસિડ સર્વાઈવરના રોલમાં જોવા મળવાની છે. તેની પહેલી ઝલક ધણા દિવસો પહેલા સામે આવી ચુકી છે અને સેટ પરથી ધણી તસ્વીરો પણ વાયરલ થતી જ રહેતી હોય છે. પરંતુ હવે લૂકને લઈને એવી વાત સામે આવી છે તેને જાણીને તમને જરૂર આશ્ચર્ય થશે. કારણ કે આ મેકઅપ સરળ કામ નથી. ખબર અનુસાર દીપિકાને આ લુકમાં આવવા માટે ત્રણથી ચીર કલાક લાગે છે.

ફક્ત મેકઅપ કરવા માટે જ કલાકો નથી લાગતા. શૂટિંગ બાદ મેકઅપ ઉતારવા માટે તેના કરતા પણ વધુ સમય લાગે છે. હવે તમે જાતે જ જોઈ શકો છો કે દીપિકા છપાક માટે કેટલી મહેનત કરી રહી છે. દીપિકા પહેલા જ ઋષિ કપૂર, ઋતિક રોશન, અમિતાભ બચ્ચન, આમિર ખાન પણ આ પ્રકારની લાંબી મેકઅપ પ્રોસેસની મદદથી ફિલ્મ અને ટીવી કમર્શિયલ માટે પોતાનો લુક બદલી ચુક્યા છે.

દીપિકાના લુકના ચર્ચાનું કારણ એ છે કે આ ફિલ્મ એક એસિડ અટેક સર્વાઈવરના જીવન પર બનેલી ફિલ્મ છે. તેમાં દીપિકા માલતીના રોલમાં જોવા મળશે. તે સિવાય વિક્રાંત મેસી પણ મુખ્ય ભુમિકામાં છે. મેધના ગુલઝારના ડાયરેક્શનમાં બની આ ફિલ્મ વિશે જ્યારે લક્ષ્મી સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે-‘હું દીપિકાનો ફર્સ્ટ લુક જોઈને ખૂબ ખુશ હતી. મને એ વિચારીને સારૂ લાગી રહ્યું હતું કે એક સેલેબ્રિટી આ લુકમાં આવી છે.’

આ ફિલ્મને લઈને દીપિકા પણ એટલી જ એક્સાઈટેડ છે. દીપિકાએ જણાવ્યું હતું કે મેધના સાથે પાંચ મિનિટની વાતચીતથી જ તેણે નિર્ણય લઈ લીધો હતો કે આ ફિલ્મ તેની આવતી ફિલ્મ હશે.

Read Also

Related posts

બાલાકોટમાં એરસ્ટ્રાઇક દરમિયાન 6માંથી 5 ટાર્ગેટ તોડી પડાયાં હતાં: IAF નો રિવ્યૂ રિપોર્ટ

Bansari

પેટ્રોલ અને ડિઝલના ભાવ ભડકે બળશે, આ દેશની દાદાગીરી સામે મોદી ઝૂકી ગયા

Karan

સુપરસ્ટાર સલમાનખાનના પિતા સલીમ ખાનને મોહન ભાગવતના હસ્તે અપાયો આ એવોર્ડ

Mansi Patel