GSTV
Home » News » ભણસાલીની વધુ એક ફિલ્મમાં જોવા મળી શકે છે દીપિકા પાદુકોણ

ભણસાલીની વધુ એક ફિલ્મમાં જોવા મળી શકે છે દીપિકા પાદુકોણ

સંજય લીલા ભણસાલી પોતાની માનીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે વધુ એક ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા હોવાની માહિતી મળી હતી. અત્યાર અગાઉ આ બંને રામલીલા-ગોલિયોં કી રાસલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત ફિલ્મો સાથે કરી ચૂક્યા છે અને ત્રણે ફિલ્મોએ બોક્સ ઑફિસ પર ધૂમ બિઝનેસ કર્યો હતો.

જો કે પદ્માવત વખતે ખુદ ભણસાલી અને દીપિકા પર હિંસક હુમલો કરવાની ધમકી મળી હતી. જો કે દીપિકા એથી ડરી નહોતી. ભણસાલીની નિકટનાં સાધનોએ જણાવ્યા મુજબ ભણસાલી પાસે હાલ એક સ્ક્રીપ્ટ તૈયાર છે જે કોમેડી ફિલ્મની છે અને ભણસાલીના મનમાં એક વાત નક્કી છે કે એ આ ફિલ્મમાં પણ દીપિકાને લેવા માગે છે.

દીપિકાએ અગાઉ કોમેડી કરી નથી એટલે એને આ પ્રસ્તાવમાં કેટલો રસ પડે છે એે જોવાનું છે. હાલ તો જો કે બંને આ મુદ્દે હોઠ સીવીને બેઠાં છે. પરંતુ ભણસાલીની નિકટનાં સૂત્રો કહે છે કે ભણસાલીના મનમાં દીપિકાને લેવાનો વિચાર પાક્કો છે. બંને વચ્ચે અલપઝલપ મુલાકાતો પણ થતી રહે છે.

Related posts

બૉક્સ ઓફિસ પર શાહિદની કબીર સિંહે ફટકારી સદી, પાંચ દિવસમાં કરી આટલા કરોડની કમાણી

Mansi Patel

આલિયા ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર બાદ જોવા મળશે અહીં, તેના ફેન્સને આપશે નવી નવી ટિપ્સ

Dharika Jansari

કબીર સિંહની સફળતા પછી, સાઉથની વધુ એક રિમેકમાં કામ કરશે શાહિદ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!