GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

Video: લગ્ન બાદ દીપિકા નહી રણવીરે બદલી સરનેમ, બની ગયો ‘રણવીર સિંહ પાદુકોણ’!

લગ્ન બાદ સામાન્ય રીતે છોકરીઓ પોતાની સરનેમ બદલે છે પરંતુ આજલાક પ્રથા બદલાઇ રહી છે. એક્ટ્રેસીસ પર પણ તેની અસર જોવા મળી રહી છે. કેટલીક અભિનેત્રીઓએ લગ્ન બાદ પોતાની સરનેમ ન બદલી તો કેટલીક એક્ટ્રેસે પોતાના સરમેનની આગળ જ પતિની સરનેમ જોડી.

આ અંગે જ્યારે દીપિકા પાદુકોણને સવાલ કરવામાં આવ્યો તો તેણે મજેદાર જવાબ આપ્યો. હકીકતમાં એક ઇન્ટરવ્યુમાં જ્યારે દીપિકાને સવાલ કરવામાં આવ્યો કે શું તેને હવે દીપિકા પાદુકોણ સિંહ ભવનાની બોલાવવામાં આવે? તેના પર દીપિકાએ મજાકિયા અંદાજમાં જવાબ આપતા કહ્યું કે, મે તમને શું શીખવ્યુ હતુ? હું દીપિકા પાદુકોણ, વાઇફ ઑફ રણવીર સિંહ પાદુકોણ. તે બાદ ઇન્ટરવ્યુઅર તેનો આ જ રીતે પરિચય આપે છે.

આ ઇન્ટરવ્યુમાં દીપિકાએ અન્ય ખાસ વાતો પણ શેર કરી. તેમણે જણાવ્યું કે લગ્ન દરમિયાન જ્યારે રણવીર તેના સેથામાં સિંદુર પૂરી રહ્યો હતો ત્યારે તેને પોચાની પહેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમનો એક ચૂટકી સિંદૂરનો ડાયલૉગ યાદ આવી રહ્યો હતો. તેણે કહ્યું કે આમ તો હું ઘણાં લગ્નોમાં હાજર રહી છું પરંતુ આ પળ એટલી ખાસ હોય છે તે મને મારા પોતાના લગ્નમાં અનુભવાયુ.

દીપિકાએ આ દરમિયાન દિપિકાએ જણાવ્યું કે તેની પહેલી મુલાકાત સિંગાપોરમાં આયોજિત એક અવોર્ડ ફંક્શન દરમિયાન થઇ હતી. તેણે જણાવ્યું કે તેમની વચ્ચેનું અંતર ‘ગોલીયો કી રાસલીલા રામલીલા’ના શુટિંગ દરમિયાન ઘટ્યું. દીપિકાએ જણાવ્યું કે તેમની જોડી બનાવવામાં સંજય લીલા ભણસાલીનો મોટો હાથ છે.

Read Also

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!