GSTV
Home » News » Chhapaak Trailer લૉન્ચ દરમિયાન ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી દીપિકા, આ કારણે પોતાની જાતને સંભાળી ન શકી

Chhapaak Trailer લૉન્ચ દરમિયાન ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી દીપિકા, આ કારણે પોતાની જાતને સંભાળી ન શકી

એસિડ એટેક વિક્ટીમ અને ન્યાય માટે લડવાના પોતાના જુસ્સાથી લાખો યુવતીઓને પ્રેરિત કરનારી લક્ષ્મી અગ્રવાલ પર બનેલી ફિલ્મ ‘છપાક’ના ટ્રેલર લૉન્ચ દરમિયાન દિપિકા પાદુકોણ ખૂબ જ ભાવુક થઇ ગઇ અને તે પોતાના આંસુ રોકી ન શકી.

ઇવેન્ટમાં સ્ટેજ પર જેવું બોલવા માટે દીપિકા માઇક ઉઠાવે છે, તેની આંખો ભીની થઇ જાય છે અને તેનો અવાજ ભારે થઇ જાય છે. દીપિકા માટે છપાકની જર્ની કેટલી ઇમોશનલ રહી હશે તેનો અંદાજો તેના પરથી લગાવી શકાય છે.

ભીની આંખે દીપિકાએ કહ્યું કે, મે ફક્ત આ મોમેન્ટ વિશે વિચાર્યુ હતું કે તમે ટ્રેલર જોશો. પછી અમારે સ્ટેજ પર આવવાનું છે અને કંઇક બોલવુ પડશે તે વિશે મે વિચાર્યુ ન હતું.

દીપિકા પોતાના આંસુ લૂછે છે. તેના માટે કંઇ બોલવુ પણ મુશ્કેલ થઇ રહ્યું હતુ. દીપિકાએ કહ્યું કે, જ્યારે પણ હું ટ્રેલર જોઉ છું તો…તે ફરીથી રડવા લાગે છે.

દીપિકાએ કહ્યું કે, આ એક એવી સ્ટોરી છે જ્યાં પૂરા નરેશનમાં તમારે બેસવાનું હતુ. ઘણી ઓછી વાર એવું બને છે જ્યાં ડાયરેક્ટરને મળ્યાં બાદ તમને લાગે કે આ ફિલ્મ તમારે કરવી છે. મારા માટે છપાક એવી ફિલ્મ છે.

દીપિકાએ જણાવ્યું કે, આ એક દ્ભૂત અને ઇમોશનલ જર્ની રહી. મેઘનાએ મારા પર વિશ્વાસ મુક્યો તેના માટે તેનો આભાર. હું નથી જાણતી કે ફિલ્મ કેટલી ચાલશે પરંતુ છપાક હંમેશા મારા કરિયરની સ્પેશિયલ ફિલ્મ રહેશે.

દીપિકાએ કહ્યું કે, મને આશા છે કા આ ફિલ્મની અસર થશે. અમે આ ફિલ્મ ઘણી જવાબદારી અને પેશન સાથે બનાવી છે.

દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ છપાકનું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. તેમાં દીપિકા માલતી નામની એક સાધારણ યુવતીનું પાત્ર ભજવી રહી છે. જેના પર કેટલાંક નરાધમો એસિડ એટેક કરે છે.

હચમચાવી નાંખશે ફિલ્મના ડાયલૉગ

ફિલ્મનું ટ્રેલર દમદાર અને ઇમોશન્સથી ભરપૂર છે. ફિલ્મનો એક ડાયલૉગ છે, જેમાં દીપિકા એટલે કે માલતી કહે છે- ‘નાક નહી હૈ, કાન નહી હૈ, ઝૂમકે કહાં લટકાઉંગી.’ ફિલ્મમાં ઘણાં ડાયલૉગ એવા છે, જે તમને હચમચાવી દેશે.

ટ્રેલરમાં માલતીનો સંપૂર્ણ સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે જે એસિડ એટેકનો શિકાર બનેલી દરેક યુવતીએ કરવો પડે છે. ટ્રેલરના અંતમાં માલતી બનેલી દીપિકા કહે છે- ‘ઉન્હોને મેરી સૂરત બદલી હૈ મેરા મન નહી’ દીપિકાનો આ ડાયલૉગ રૂંવાડા ઉભા કરી દે તેવો છે. દીપિકા પાદુકોણે આ રોલમાં જીવ રેડી દીધો છે. આ ઉપરાંત ફિલ્મમાં તેનો મેકઅપ ઘણો રિયલ લાગી રહ્યો છે. તે એસિડ એટેક સર્વાઇવર લાગી રહી છે.

10 જાન્યુઆરીએ રિલીઝ થશે ફિલ્મ

પોતાના પાત્ર વિશે દીપિકાએ અગાઉ જણાવ્યું હતું, કે આ એક મહત્વપૂર્ણ સ્ટોરી છે અને આ સાચી ઘટના પર આધારિત છે. તેથી આશા રાખુ છું કે તેનાથી સારી બાબતો સામે આવશે. ‘છપાક’નું શૂટિંગ દિલ્હી અને મુંબઇમાં થયું છે. મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરેલી આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં દીપિકા ઉપરાંત વિક્રાંત મેસી પણ મહત્વના રોલમાં છે.

જણાવી દઇએ કે દીપિકાની છેલ્લી ફિલ્મ પદ્માવત હતી, જેમાં તેના અભિનયના ઘણાં વખાણ થયાં હતા. છપાક ઉપરાંત દીપિકા વિશાલ ભારદ્વાજની એક ફિલ્મ કરી રહી છે જેમાં તેની સાથે ઇરફાન ખાન નજરે આવશે. સાથે જ પતિ રણવીર સાથે તે ફિલ્મ 83માં જોવા મળશે.

Read Also

Related posts

ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યા મામલે આવ્યો નવો વળાંક, ઘરનો વ્યક્તિ જ નિકળ્યો આરોપી

Nilesh Jethva

આ શહેરમાં એક શખ્સને મુસાફરી માટે વાહન ન મળ્યું તો, આ વસ્તુ ચોરી પહોંચી ગયો પોતાની મંઝીલ પર

Ankita Trada

કર્ણાટકનું કોકડું ફરી એક વાર ગૂંચવાયું, CM યેદિયુરપ્પાથી ભાજપના જ 25 ધારાસભ્યો નારાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!