GSTV

BIG NEWS/ દિપીકા પાદુકોણનું નામ આવ્યુ સામે, ડ્રગ્સ કનેક્શનમાં અભિનેત્રીએ કરેલા ચેટમાંથી રહસ્યો ખુલ્યા

એનસીબીની તપાસમાં બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ સામે આવી રહ્યું છે. મેનેજર કરિશ્મા સાથે દીપિકાની વાતચીતને લઈને જયા સાહાની ચેટ સામે આવી છે. આ પછી, ડ્રગ કનેક્શનમાં આ નામ સનસનાટીભર્યુ બનવા જઈ રહ્યું છે.

સૂત્રોના હવાલેથી મોટા સમાચાર સામે આવ્યા છે. બોલીવુડ ડ્રગ્સના મામલાની તપાસ કરી રહેલા એનસીબીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, તપાસ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ પણ સામે આવ્યું છે. દીપિકા પાદુકોણની એક ચેટ પણ મળી છે જેમાં દીપિકા જયા શાહની કંપની ક્વાનના મેનેજર કરિશ્મા સાથે વાત કરી રહી છે.

કરિશ્માને એનસીબીએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. એનસીબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર જયા શાહ અને કરિશ્મા વચ્ચે ડ્રગ્સને લઈને કેટલીક ચેટ મળી આવી છે. ક્વાનનો બોલિવૂડના ઘણા મોટા કલાકારો અને કંપનીની અભિનેત્રીઓ સાથે કરાર છે અને તેમાં દીપિકાના નામનો પણ સમાવેશ થયો છે.

View this post on Instagram

Love You Amma!❤️

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું છે

તેમાં શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહના નામ પણ સામે આવ્યા છે. સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી સીબીઆઈએ તેની તપાસ શરૂ કરી હતી. જ્યારે તેમાં ડ્રગ એંગલ ઉમેરવામાં આવ્યો ત્યારે રિયા ચક્રવર્તી સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સ નિશાન હેઠળ આવ્યા. હવે તેમાં અન્ય કયા નામ આવે છે તે જોવાની વાત રહેશે.

READ ALSO

Related posts

કોરોના વેક્સિન મુદ્દે PM મોદીનું મોટુ નિવેદન, દરેક લોકોને મળશે કોરોના વેક્સિન, કોઈને બાકાત નહીં રખાય

Mansi Patel

આ દેશના પીએમની પત્ની અને દીકરો ઉતરશે યુદ્ધમાં, ખૂંખાર આર્મીની બનાવી રહ્યા છે અલગથી ટીમ

pratik shah

ફાયદાની વાત/ સોનાની જ્વેલરી ખરીદતી વખતે રાખો આ 3 બાબતોનું ધ્યાન, જ્વેલર ગેરમાર્ગે નહી દોરી શકે, પૈસાની પણ થશે બચત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!