બિકીનીમાં દીપિકા પાદુકોણનું Hot ફોટોશૂટ, Bold Look વાયરલ

દીપિકા પાદુકોણ લગ્ન અને રિસેપ્શન બાદ ફરી એકવાર ચર્ચામાં છે. એક્ટ્રેસ લગ્ન બાદથી ઇન્ડિયન લુકમાં નજરે પડી રહી છે. આ વચ્ચે દીપિકાએ મેગેઝીન માટે બોલ્ડ એન્ડ વાઇલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો વાયરલ થઇ રહી છે.

દીપિકા પાદુકોણ લગ્ન બાદ ફરીથી પોતાના કામ પર પરત ફરી છે. એક તરફ જ્યાં દીપિકાના ફિલ્મ પ્રોજેક્ટ્સ તેની રાહ જોઇ રહ્યાં છે તેવામાં તે કેટલીક એડવર્ટાઇઝમેન્ટનું શુટિંગ પણ કરશે.

ડિસેમ્બર મહિનામાં દીપિકા એક મેગેઝીનના કવર પેજ પર છવાઇ છે. તે ઝીક્યૂ ઇન્ડિયા મેગેઝીનના કવર પેજ પર બોલ્ડ અંદાજમાં નજરે પડી.

બ્લેક સ્ટાઇલીશ આઉટફિટમાં રેતી પર પોઝ આપતી દીપિકા સ્ટનિંગ લાગી રહી છે. તે ઇન્ડિયન અને વેસ્ટર્ન બંને અટાયરમાં એટલી જ ગ્લેમરસ લાગે છે.

બ્લૂ કલરની બીકીનીમાં દીપિકા એકદમ ફિયરલેસ લાગી રહી છે. અગાઉ પણ તેણે આવા જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યાં છે.

દીપિકા પાદુકોણની હાલમાં કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરો ‘GQ’ મેગેઝિન માટે કરાવેલા ખાસ ફોટોશૂટની છે.


દીપિકાની આ તસવીરોમાં તે ‘GQ’ મેગેઝિનનાં કવર પેજ પર નજર આવે છે. આ મેગેઝિનની ટેગ લાઇન ‘ફિઅરેલસ એન્ડ ફેબ્યુલસ’ છે.

ડિસેમ્બર મહિનાનાં ઇશ્યુ માટે આ ખાસ ફોટોશૂટ કરવામાં આવ્યું છે.

આ પહેલાં પણ GQ મેગેઝિનનાં કવર પેજ પર ચમકી ચુકી છે દીપિકા

લગ્ન બાદ રણવીર અને દીપિકાએ પોત પોતાનું કામ શરૂ કરી દીધુ છે. રણવીર એક તરફ ‘સિમ્બા’ની ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટમાં નજર આવ્યો. તો બીજી તરફ દીપિકાનાં લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સામે આવી.

દીપિકાએ પણ આ કવર ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણે પોતાને આ મેગેઝીન દ્વારા નીડર અને શાનદાર ગણાવવા બદલ આભાર માન્યો છે.

દીપિકા અને રણવીર 1 ડિસેમ્બરના રોજ મુંબઇમાં ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન આપ્યાં બાદ પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટ્સમાં વ્યસ્ત થઇ ગયાં છે. રણવીરે તાજેતરમાં જ પોતાની આગામી ફિલ્મ સિમ્બાનું ટ્રેલર લૉન્ચ કર્યુ છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter