GSTV
Home » News » જન્મ દિવસે દીપિકા કરવા જઇ રહી છે મોટો ધડાકો, એવું તો શું છે ખાસ?

જન્મ દિવસે દીપિકા કરવા જઇ રહી છે મોટો ધડાકો, એવું તો શું છે ખાસ?

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આજે એટલે કે 5 જાન્યુઆરીએ 33 વર્ષની થઇ ગઇ છે. બર્થ ડે પર તેને ઢગલાબંધ શુભેચ્છાઓ મળી રહી છે. ફિલ્મ ઓમ શાંતિ ઓમથી પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત કરનારી દીપિકા આજે બોલીવુડની ટોચની હિરોઇન ગણાય છે. તેની ફેનફોલોઇંગનો આંક મોટો છે.

જણાવી દઇએ કે આ ખાસ અવસરે દીપિકા પોતાના પ્રશંસકોને ટૂંક સમયમાં એક રોચક વાત જણાવવા જઇ રહી છે. આ વાતનો ઉલ્લેખ તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કર્યો છે.

દીપિકાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઇન્સ્ટા સ્ટોરી દ્વારા જણાવ્યું કે, ટૂંક સમયમાં ઘણું બધુ ખૂબ જ રોચક સામે આવશે. તેને આપ સૌની સાથે શેર કરવા માટે હું ખૂબ જ આતુર છું.

દીપિકાની આ પોસ્ટથી તેના ફેન્સ તે જાણવા માટે ખૂબ જ આતુર થઇ ગયા છે કે આખરે દીપિકા શું જણાવવાની છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે દીપિકા પોતાની અપકમિંગ ફિલ્મને લઇને કોઇ મોટો ખુલાસો કરવા જઇ રહી છે.

જણાવી દઇએ કે દીપિકા-પાદુકોણ અને રણવીર સિંહે 14-15 નવેમ્બરના રોજ ઇટલીના લેક કોમો ખાતે સાત ફેરા લીધાં. લેક કોમો ખાતે કોંકણી અને સિંધી રીતી-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા. લગ્ન બાદ આ ન્યૂલીવેડ કપલ ચર્ચામાં છે.

ફિલ્મફેરને આપેલા ખાસ ઇન્ટરવ્યુમાં દીપિકાએ જણાવ્યું કે તેણે અને રણવીરે 4 વર્ષ પહેલાં જ સગાઇ કરી લીધી હતી. તેઓ અર્થ એ છે કે વર્ષોથી દીપિકા અને રણવીર એન્ગેજ હતાં પરંતુ આ વાતની જાણ કોઇને થવા ન દીધી.

Read Also

Related posts

હોસ્પિટલમાં દાળ-ભાત ખાતા જોવા મળ્યા લાલૂ પ્રસાદ, તસવીર બની ગઈ વાયરલ

NIsha Patel

1 ડિસેમ્બરથી અમલી બનશે ફાસ્ટટેગ, નહીં તો ભરવો પડશે બે ગણો ટોલટેક્સ

Arohi

મામા-ભાણિયા વિખવાદ: ગોવિંદા પરિવાર સાથે કપિલ શર્મા શોમાં આવતાં જ કૃષ્ણા થયો ગાયબ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!